Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

UPSCનું ફાઇનલ પરિણામ થયું જાહેર: સરદારધામ અમદાવાદના 8 ઉમેદવારોએ પરીક્ષામાં બાજી મારી

ગુજરાતની 5 યુવતીઓ ઠાકુર અંજલી, સમીક્ષા ઝા, કંચન ગોહિલ, ઘાંચી ગઝાલા, અને માનસી મીણા સહીત 25 ઉમેદવારો પાસ :

અમદાવાદ : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023ની પરીક્ષાના પરિણામોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. UPSC CSEનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. 

  આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાન બીજા ક્રમે રહ્યો છે. આ પછી, ત્રીજો રેન્ક અનન્યા રેડ્ડીએ અને ચોથો રેન્ક પીકે સિદ્ધાર્થ રામકુમારે હાંસલ કર્યો છે. રૂહાની પાંચમા સ્થાને છે. UPSC પરીક્ષામાં જનરલ કેટેગરીના 347, EWS કેટેગરીના 115, OBC કેટેગરીના 303, SC કેટેગરીના 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 પરીક્ષામાં પાસ થયા છે 

 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)નું ફાઇનલ પરિણામ આજે જાહેર થયું છે. જેમા ગુજરાતના 25 ઉમેદવારો પાસ થયા છે. આ 25 સફળ ઉમેદવારોમાં 8 પાટીદાર યુવકો પાસ થયા છે.ગુજરાતની 5 યુવતીઓ પણ આ પરીક્ષામાં પાસ થઈ છે. આ યુવતીઓમાં જેમાં ઠાકુર અંજલી, સમીક્ષા ઝા, કંચન ગોહિલ, ઘાંચી ગઝાલા, અને માનસી મીણા છે.

યુપીએસસીનું પરિણામ જાહેર થતા જ 8 પાટીદાર પરિવારમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. આ વાત સરદારધામ અમદાવાદના સોશિલય મીડિયા પેજ પર શેર કરવામાં આવી છે.

(8:42 pm IST)