Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ક્ષત્રિય આંદોલનથી ભાજપને ફેર પડે ખરો ? શું છે મતોનું અંકગણિત ?

ગુજરાતમાં ક્ષત્રિયોની સંખ્‍યા ૭૫ લાખ : જો વટ પર આવ્‍યા તો સવા કરોડ ભાજપીઓનું ગણિત ખોરવશે ?

નવી દિલ્‍હી, તા.૧૬: લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. હાલ તો પીએમ મોદીના હોમ સ્‍ટેટ ગુજરાતમાં શરૂ થયો છે આંદોલનનો દૌર. સરકાર અને સંગઠન એટલે કે, ભાજપ આ આંદોલનને ખાળવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ બીજી તરફ ક્ષત્રિયોનું આંદોલન વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે. આ આંદોલનનું સૌથી મોટું કારણ છે કેન્‍દ્રીય મંત્રી અને ભાજપના લોકસભાના રાજકોટના ઉમેદવાર પુરશોત્તમ રૂપાલા. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્‍પણીને કારણે હાલ ક્ષત્રિય સમાજ રસ્‍તા પર ઉતરીને રૂપાલાને હટાવવા માટે આંદોલન કરી રહ્યો છે. ભાજપના આંતરિક સરવે ભલે એક પણ લોકસભાની બેઠક પર નુક્‍સાન ન થવાના ગણિતો આપી રહ્યો હોય પણ મતદાનના એક સપ્તાહ પહેલાં અમદાવાદમાં ક્ષત્રિયોનું સંમેલન યોજાયું તો દેશભરમાં ભાજપના ગણિતો ખોરવી દેશે એ ભૂલવું ન જોઈએ.

આ તમામ સ્‍થિતિની વચ્‍ચે આજે પરસોત્તમ રૂપાલાએ આજે લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે રાજકોટથી પોતાનું નામાંકરણ ફોર્મ ભરી દીધું છે. હવે એક વાત તો નક્કી થઈ ગઈ છેકે, રાજકોટ ભાજપથી સીટ પરથી લડશે તો રૂપાલા જ. બીજી તરફ ક્ષત્રિયો કરી રહ્યાં છે રૂપાલાને હટાવવાની માંગ. જેમ જેમ આંદોલન આગળ વધી રહ્યું છે એ સ્‍થિતિને જોતા ભાજપ દ્વારા પણ પરિસ્‍થિતિનો તાગ મેળવવા સરવે કરાવાઈ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ભાજપના નેતાઓ અને તેમના નિવેદનો એવું જણાવે છેકે, ક્ષત્રિયોના આંદોલનથી ભાજપને લોકસભા ચૂંટણીમાં કોઈ ખાસ ફેર પડશે નહીં. આંદોલનની ચૂંટણી પર ખાસ અસર થશે નહીં. ત્‍યારે ભાજપ ભલે એવા મિઝાઝમાં હોય કે ફેર નહીં પડે, રાજનીતિમાં ક્ષત્રિયોની શક્‍તિનું ગણિત એવો ઈશારો કરે છેકે, આંદોલનથી ભાજપને ફેર તો પડશે...

શું ભાજપ ક્ષત્રિયોને મનાવી લેશે ?

ગુજરાત પ્રદેશ ભાજપ હોય કે ભારતીય જનતા પાર્ટીનું કેન્‍દ્રીય હાઈકમાન્‍ડ સૌ કોઈ હાલ રૂપાલાના નિવેદન બાદ ઉભા થયેલાં ક્ષત્રિય સમાજના આંદોલનને ખાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ક્ષત્રિયોના વિરોધ વંટોળ વચ્‍ચે હજુય ભાજપ રૂપાલાની તરફેણમાં છે. ભાજપ મોવડીમંડળ હજુપણ રૂપાલાના ટિકિટ કાપવાના મતમાં નથી. આ તરફ, ભાજપને આશા છેકે, ક્ષત્રિયો માની જશે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે પણ આ વાતને સમર્થન આપતા કહ્યું કે, ભાજપ આ મામલે ગંભીર છે. ક્ષત્રિય આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. અમને આશા છેકે, આ વિવાદનો સુખદ અંત આવશે. ઉલ્લેખનીય છેકે, આજે રાજકોટમાં પરષોત્તમ રૂપાલા વાજતે ગાજતે ફોર્મ ભર્યું છે. એટલુ જ નહીં, મોટી સંખ્‍યામાં કાર્યકરોને એકત્ર કરી શક્‍તિ પ્રદર્શન પણ કર્યું છે . જે નવા વિવાદને જન્‍મ આપી શકે છે. ગુજરાતના રતનપુરમાં યોજાયેલા અસ્‍મિતા સંમેલન બાદ ભાજપ પણ ટેન્‍શનમાં છે કે આટલી ભીડ ભેગી કઈ રીતે થઈ હવે ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ-૨માં પ્રવેશ્‍યું છે. તેઓ ૧૯મીના અલ્‍ટિમેટમ પુરું થવાની રાહ જોઈ રહ્યાં છે. ભાજપ હવે આઈબીને કામે વળગાડી રહી છે કે આ શક્‍તિ પ્રદર્શન મામલે ભેજું કોનું છે.

લાખોની મેદની કઈ રીતે એકત્ર કરાઈ, આટલી ભીડ રીતે ભેગી કરાઈ? આ ઉપરાંત રાજકોટ સ્‍થિત ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના અસંતુષ્ટોની પડદા પાછળની ભૂમિકા શું? ક્ષત્રિય આંદોલનથી શું ફરક પડે? આમા કોઈ સરકારી અધિકારીઓની ભૂમિકા છે કે કેમ? : ભાજપે ખાનગી એજન્‍સી પાસે સર્વે કરાવ્‍યો.

રૂપાલાની ટિકિટ કાપવાની માગ ભાજપ સ્‍વિકારે તેવી શકયતા નહીવત છે. સૂત્રોના મતે, ભાજપે ખાનગી એજન્‍સી પાસે સર્વે કરાવી માહિતી મેળવી છે કે, જો રૂપાલાની ટિકિટ ન કપાય તો કઈ કઈ બેઠક પર શું અસર પડી શકે છે. આ ઉપરાંત ક્ષત્રિયો મતદારો ભાજપને કેટલું નુકશાન કરી શકે છે. જોકે, એવી પણ માહિતી સામે આવી છેકે, ભાજપને ક્ષત્રિયથી આંદોલનની લોકસભાની ચૂંટણીમાં ઝાઝો ફેર પડે એમ નથી. ખુદ ભાજપના નેતાઓ પણ ટીવી ઈન્‍ટરવ્‍યૂમાં આવો દાવો અગાઉ કરી ચૂકયા છે.

ભાજપ ભલે ના પાડતું હોય કે ભાજપના નેતાઓ પણ ભલે ના પાડતા હોય કે ક્ષત્રિય આંદોલનની લોકસભા ચૂંટણી પર કોઈ અસર નહીં પડે, પણ વાસ્‍તવિકતા તેનાથી અલગ છે. ભાજપ ભલે ના પાડે પણ જરૂર ફેર પડશે. તે જાણવા માટે સૌથી પહેલાં તમારે રાજકિય ઈતિહાસ અને તેનો ટ્રેક રેકોર્ડ ચેક કરવો પડશે. તેના માટે તમારે બહુ દૂર જવાની જરૂર નથી. ૨૦૨૨ના આંકડાઓ જ તેમાં મહત્ત્વના સાબિત થશે.

ક્ષત્રિયોનું સંખ્‍યાબળ કેટલું? : ભાજપ દ્વારા એવો દાવો કરાય છેકે, ગુજરાતમાં ભાજપના સવા કરોડથી વધુ કાર્યકરોની ફોજ છે. એવા સમયે બીજી તરફ દેશભરમાં ૨૨ કરોડથી વધારે ક્ષત્રિયો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. જ્‍યારે ગુજરાતમાં ક્ષત્રિયોની સંખ્‍યા અંદાજે ૭૫ લાખ હોવાનું માનવામાં આવે છે. એ મુજબ ગુજરાતમાં ક્ષત્રિયોની વોટબેંક કુલ ૧૭ ટકા છે. વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના આંકડાઓ પર નજર કરીએ તો રાજનીતિમાં ક્ષત્રિય સમાજની શક્‍તિનું ગણિત પણ સમજાઈ જશે. હાલની રાજકીય સ્‍થિતિ જોઈએ તો જો વટ પર આવ્‍યાં તો...સવા કરોડ ભાજપીઓનું ગણિત ખોરવશે, ૭૫ લાખ ક્ષત્રિયો !

વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ ૧.૬૮ કરોડ મત મળ્‍યાં હતાં. જ્‍યારે કોંગ્રેસને ૮૦ લાખ મત મળ્‍યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ત્‍યારે ૪૦ લાખ જેટલાં મત મળ્‍યાં હતાં. અત્‍યાર સુધીમાં આ આંદોલન માત્ર ગરાસિયા સમાજ પુરતું હતું જેનો હિસ્‍સો ૬ ટકા હતો. પણ હવે આખો ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે. જેના કારણે આ આંકડો ૧૭ ટકાએ પહોંચ્‍યો છે. આ મતોમાં ક્ષત્રિય સમાજના અંદાજે ૫૦ લાખ મતોની ગણતરી કરવા બેસીએ તો પણ એક મોટો તબક્કો આ સમાજનો છે ગુજરાતમાં. જેની અવગણના કોઈપણ રાજકીય પક્ષને પોસાય તેમ નથી.

ભાજપ એ ના ભૂલે કે આપ અને કોંગ્રેસની વોટબેંક ૧.૨૦ કરોડ થાય અને ૫૦ લાખ ક્ષત્રિયો જો પંજાનું બટન દબાવે તો ભાજપને શું નુક્‍સાન થઈ શકે એ માટે ભાજપ સંગઠનના નેતાઓ સારા આંકડાઓ ગણી શકે તેમ છે. એટલે ભાજપે પોતાના ગુણાકાર-ભાગાકાર ફરી કરવાની જરૂર છે. ભાજપે આ લોકસભામાં ૨.૨૨ કરોડ મતો અંકે કરવાનો ટાર્ગેટ રાખ્‍યો છે. ભાજપ એ ભૂલી જાય છે કે ક્ષત્રિયો ભાજપનો કોટવોટબેંક છે. વિધાનસભામાં ૧.૬૮ કરોડમાં એમનો મહત્તમ હિસ્‍સો છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના સમીકરણો અલગ હોય છે. ભલે હાલમાં શહેરોમાં આ આંદોલનની અસર દેખાતી નથી પણ ગામડાઓમાં ભારેલો અગ્નિ જેવી સ્‍થિતિ છે. ક્ષત્રિય સમાજના -ભુત્‍વ ધરાવતા ગામડાઓમાં ભાજપની સભા યોજવા માટે નેતાઓ ટેન્‍શનમાં છે. ભાજપ માટે આ આંદોલન નુક્‍સાન કરી શકે છે એ નેતાઓ હવે જાણી ગયા છે એટલે બધાના સૂર બદલાયા છે. હવે સીએમથી લઈને પ્રદેશ અધ્‍યક્ષ ક્ષત્રિય નેતાઓના સંપર્કમા હોવાનું જણાવી રહ્યાં છે. હાલમાં ક્ષત્રિય નેતાઓએ પણ ભાજપની સભાઓથી દૂરી બનાવી લીધી છે કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે એમની કારકીર્દીને આ આંદોલન નુક્‍સાન કરાવી શકે છે.

ક્ષત્રિયોની માંગ છેકે, રૂપાલાની ટિકિટ કાપવામાં આવે. આજે રૂપાલાએ પોતાનું નામાંકન પણ નોંધાવી દીધું છે. જો આ સ્‍થિતિમાં ક્ષત્રિયોની નારાજગી નહીં ખાળવામાં આવે તો અંદાજે ૫૦ લાખથી વધુ ક્ષત્રિયો તેમના ગામોમાં, તેમની આસપાસ અને અન્‍ય સમાજ પણ પોતાનું -ભુત્‍વ ધરાવતા હોવાથી ચૂંટણી પર અસર પાડી શકે છે. ગુજરાતના ૧૮ હજાર ગામડાઓ પૈકી સંખ્‍યાબંધ ગામડાંઓ એવા પણ જે જ્‍યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્‍વ છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજનું પ્રભુત્‍વ ધરાવતા ગામડાંઓમાં આની મોટી અસર દેખાઈ શકે છે. ઉલ્લેખનીય છેકે, આ વખતે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્‍ચે ગઠબંધન છે. જેથી આપ અને કોંગ્રેસની શક્‍તિ એકત્ર થાય અને જો ભાજપને ક્ષત્રિયોની નારાજગી નડે તો ભાજપને ચૂંટણીમાં ચોક્કસ ફેર પડી શકે છે.

રાજકોટની બેઠક રસપ્રદ કેમ ?

(3:55 pm IST)