Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અને આખો દિવસ વ્‍યસ્‍ત રહેલા અનુપમસિંહ ગેહલોતે આરામ કરવાને બદલે રામ નવમીની શોભાયાત્રાનાં આખા રૂટની ચકાસણી જાતે કરી

૭૩ દિવસ રેઢું રહેનાર સુરત શહેરને ઘણા દિવસે એક્‍ટિવ સુકાની મળ્‍યાનો અહેસાસ પોલીસ સાથે લોકોને પ્રથમ દિવસે જ થઇ ગયો

લોકોના સહકારથી નો ડ્રગ્‍સ ઇન સુરત, લોકોનો મુદ્દામાલ પરત, વોન્‍ટેડ અપરાધીઓ સામે ખાસ ઝુંબેશ, વ્‍યાજખોરો સામે પગલાં, પોલીસ ચોપડે ચડેલ ગુનેગાર શું  કરે છે? સરપ્રાઈઝ ચેકીંગ,મહિલા બાળકો અને સિનિયર સિટીઝન  પ્રશ્‍ને પ્રાધાન્‍યતા, સુરત સીપી શું શું કરવા માગે છે? આ રહી ઝલક

રાજકોટ, તા.૧૬: ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત રેગ્‍યુલર પોલીસ કમિશનર વગર ૭૩ દિવસ  રેઢું રહેલ સુરતના પોલીસ કમિશનર પદે આખરે અનેક નામોની ચર્ચા વચ્‍ચે રાજકોટ અને વડોદરા પોલીસ કમીશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવનાર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સાંભળતા સાથે જ શહેરના વિવિધ અધિકારીઓ સાથે કાયદો વ્‍યવસ્‍થા પ્રશ્‍ને ચર્ચા કરી, અને મુખ્‍ય પોલીસ વડા સાથેની અગત્‍યની વિડિયો કોન્‍ફરન્‍સ એટેન્‍ડ કર્યા પછી સાહેબ હવે જમ્‍યા ન હોવાથી સર્કિટ હાઉસમાં પહોંચી આરામ કરશે તેવી સહુની ગણતરી ખોટી પાડી પત્રકારો સાથે ચર્ચા કર્યા પછી ક્રાઇમ ઇન્‍ચાર્જ વડા કે.એન. ડામોર, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા સહિત ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ અને પીસીબી પીઆઇ આર એસ સુવેરા, એસ. ઓ.જી પીઆઇ અશોક ચોધરી સહિત ઉચ્‍ચ અધિકારીઓ સાથે રામ નવમીની શોભાયાત્રા રૂટનું નિરીક્ષણ કરી ટ્રાફિક લગત કેટલાક પ્રશ્‍નો અંગે એડી.સીપી હિતેન્‍દ્ર ચૌધરી સાથે ચર્ચા  કરી નિરાતનો શ્વાસ લેતા સુરત પોલીસને આડકતરો સંદેશ આપ્‍યો કે હું મહેનત કરવામાં આગળ રહીશ તમારે પણ એક ટીમ બની લોકોની સેવા કરવા અને લોકોની કોઈ ફરિયાદ પોતાના સુધી ન આવે તેઓ સ્‍પષ્ટ સંદેશ આપી દીધેલ.                

આખા દિવસની સતત વ્‍યસ્‍તા બાદ અકિલા સાથે લોક કલ્‍યાણ યોજના અંગે શું કરવા માગે છે તેનો ચિતાર કોઈ થાક કે કંટાળા વગર?? આપ્‍યો જેનો સાર આ મુજબ છે.

સુરત શહેરની કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ રીતે ખ્‍જાળવવા રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રની આગવી ઢબની સરભરા સાથેની રૂપરેખા આપી દેવામાં આવી છે, સુરત શહેરમાં  વિવિધ ક્ષેત્રના લોકો ના સાથ સહકારથી નો ડ્રગ્‍સ ઈન સૂરત ઝુંબેશ સ્‍થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્‍ચ, એસ ઓ.જી, પીસીબી બ્રાન્‍ચનું સંકલન કરી તે સફળ બનાવવા શું શું કરવું તેની રૂપરેખા આપી દેવાશે. અપરાધ કર્યા પછી ગુનેગારો વોન્‍ટેડ ન રહે તે માટે વર્ષી જૂના અપરાધીઓને ઝડપવા સૂચના આપી તેની અમલવારી ખૂબ નિષ્ઠાથી થાય તે જોવાશે. શહેરના કેટલાક ચોક્કસ વિસ્‍તારમાં અને રાત્રીના સમયે કોમ્‍બિગ કરવામાં આવશે, પોલીસ ચોપડે ચઢેલ અપરાધીઓનું સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે, મોટા વ્‍યાજ વસૂલતા તત્‍વો સામે જરૂર પડ્‍યે પોલીસ પુરાવા એકત્ર કરી સામેથી ફરિયાદી બનશે.        

ઘણી વખત મિલકત વિરોધી ગુન્‍હાના આરોપીઓ પકડાયા બાદ મુદ્દામાલ વર્ષો સુધી પરત મળતો નથી, સામાન્‍ય લોકોના સોનાં ચાંદી જેવા દાગીના મુદ્દામાલ તરીકે યોગ્‍ય સમયે પરત મળતા ન હોય તેના કારણે પ્રસંગો અટકી જતાં હોય છે, આ સમસ્‍યા દૂર કરવા પોલીસ મથકમાં પડેલ મુદ્દામાલ અંગે લોકોને સામેથી જાણ કરી, અરજીઓ કરાવી, કોર્ટેમાં પણ પોલીસ રજુઆત કરાવી લોકોની ચીજ વસ્‍તુ લોકોને સમયસર પરત મળે તેવી સ્‍કીમ અસરકારક રીતે અમલી બનાવાશે, મોટી ચોરીઓ સાથે સામાન્‍ય લોકોનાં લોનથી લીધેલ બાઈક ચોરી પકડવા, ચેન ખેંચતા લોકોને સીસીટીવી માધ્‍યમથી ઓળખ કરવા, માસૂમ બાળકો ગુમ થવા કે તેમની સાથે કોઈ અજુક્‍તુ ન બને તેની કાળજી, મજૂરી કામે બાળકો એકલા મૂકી જતા વિસ્‍તારોની સુરક્ષા ગરીબ તવંગરનાં ભેદભાવ વગર કરવાની આખી યોજના થોડા અભ્‍યાસ પછી અમલમાં મુકાશે, મહિલા, બાળકો, સિનિયર સિટીઝન પ્રશ્રે વિશેષ કાળજી રાખવા બાબતે માત્ર સૂચના નહિ તેની અમલવારી કેટલી થાય છે, તે માટે ફૂલ પ્રૂફ સિસ્‍ટમ્‍સ લોકોનો વિશ્વાસ જીતી અમલમાં મૂકાશે.

વ્‍યાજ ચક્કરમાં ફસાયેલ લોકો અન્‍ય રસ્‍તા બંધ થાય છે ત્‍યારે ફસાઈ છે, સારા અને સજ્જન લોકોને લોન મળે તે માટે વિવિધ બેન્‍કો સાથે ચર્ચા કરવા નોડલ ઓફિસર નીમી, પોલીસ પાસે પડેલ લોન કાર્યવાહી અંગેનો ડેટા અપગ્રેડ કરવા માટે જાણકાર અધિકારીઓને કાર્યવાહી સુપ્રત કરવાં સહિતની બાબતો ચૂંટણી બાદ અમલમાં મૂકવાની યોજના પણ વિચારી રાખી છે તેમ અનુપમસિહ ગેહલોતે વાતચીત અંતે જણાવેલ. ઘણી અન્‍ય સ્‍કીમ અંગે ઓફ ધ રેકોર્ડ ચર્ચા કરી તે સાંભળી આ આઇપીએસ સતત એક્‍ટિવ રહેવા સાથે પોલીસને પણ સતત એક્‍ટિવ રાખશે તેમ લાગ્‍યા વગર રહેતું નથી.

ગઇ તા.૨૦-૩-૨૦૨૪ના રોજ ફરીયાદીને કોલ કરી પાસપોર્ટ, મોબાઇલ ફોન, MDMA ડ્રગ્‍સ સહિતની ગેરકાયદેસરની વસ્‍તુઓ ફરીયાદીએ મુંબઇથી તાઇવાન ખાતે મોકલેલ હોવાનું જણાવી ફરીયાદીશ્રીને Central bureau of investigation-Indiaનું બનાવટી વોરંટ Skype દ્વારા મોકલી તથા ફરીયાદીને જીવનું જોખમ હોવાનું જણાવી ફરીયાદી પાસેથી રૂ.૧.૧૫ કરોડથી વધુની છેતરપીંડી કરવામાં આવેલ.

બાદ આ બાબતે ટેકનીકલ તથા હ્યુમન ઇન્‍ટેલીજન્‍સનો ઉપયોગ કરી આ ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીઓની ઓળખ કરી અલગ-અલગ ૪ ટીમો બનાવી રાજકોટ શહેર, ધોરાજી, કુતિયાણા, ઉપલેટા ખાતે મોકલી તપાસ કરી ૧૩ આરોપીઓને અટક કરવામાં આવેલ.

ગુનો આચરનાર તમામ આરોપીઓ હાલમાં રિમાન્‍ડ હેઠળ છે તેમજ મુખ્‍ય આરોપી મોઇન સ/ઓ અલ્‍તાફભાઇ ઇંગારીયા નાઓ ૬ દિવસના રિમાન્‍ડ મેળવવામાં આવેલ છે. હાલમાં ફરીયાદીના છેતરપીંડીના પૈસા રિકવર કરવાની તજવીજ ચાલુ છે.

 

 

(2:25 pm IST)