News of Friday, 12th January 2018

બનાસકાંઠાના ખેતેશ્વર ક્રેડીટ મંડળીમા કરોડોની ઉચાપત કરનાર વિક્રમસિંહની ધરપકડ

બનાસકાંઠાની સહકારી મંડળીના નામે કરોડોની ઉચાપત પ્રકરણમાં મુખ્ય આરોપીને ઝડપી લેવામા પોલીસને સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખેતેશ્વર ક્રેડિટ મંડળીનો મુખ્ય આરોપી વિક્રમસિંહ રાજપુરોહિત ઉંચુ વ્યાજ અને લોન આપવાની લાલચ આપતો હતો.  અને કરોડોની ઉચાપત કરી હતી.

વિક્રમસિંહ રાજ પુરોહિત સામે રાજસ્થાનમાં ૩૦ વધુ ગુન્હા નોંધાયા છે પાલનપુર સહિત ગુજરાતમાં તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે.

(7:25 pm IST)
  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો :કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર:લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 12:01 am IST

  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • મમતા બેનર્જીને ડૉકટર ઓફ લીટરેચર ડીગ્રીથી સમ્માનીત કર્યાઃ વિશ્વ વિદ્યાલયના પૂર્વ વાઈસ ચાંસેલરે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળેલ ડીગ્રીનો વિરોધ કર્યો access_time 2:14 pm IST