Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પાવરફુલ બેટરીવાળો માઇક્રોમેકસનો 'ભારત ૫ પ્લસ' સ્માર્ટફોન થયો લિસ્ટ

રાજકોટ, તા.૧૮ : માઈક્રોમેકસે પોતાના ભારત સિરીઝના સ્માર્ટફોનમાં માઇક્રોમેકસ ભારત ૫ પ્લસ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટ કર્યો છે. જો કે આ ફોન કયારે લોન્ચ થશે અને તેની શું કિંમત અંગે કોઇ જાણકારી નથી.

આ સ્માર્ટફોનમાં ૫.૨ ઇંચની કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે છે. ૨જીબી રેમ છે અને ૧૬ જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ છે. જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી ૬૪ જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં ૮ મેગાપિકસલનો રિઅર કેમેરા અને ૫ મેગાપિકસલનો ફ્રન્ટ કેમેરા અપાયો છે. આ સ્માર્ટફોનમાં ૫૦૦૦ એમએ એચની બેટરી છે. ફોનના રિઅર કેમેરામાં પેનોરમા, ટાઇમ લેપ્સ, વોટરમાર્ક, બ્યૂટી મોડ અને બોકેહ ઇફેકટ (બેકગ્રાઉન્ડ બ્લર) છે. ફ્રન્ટ કેમેરામાં પોટ્રેઇટ મોડ અને ૮૩.૩ ડિગ્રી વાઇડ એંગલ લેન્સ અપાયા છે.

(9:45 am IST)