<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સુરતમાં ક્રાઇમ બ્રાન્‍ચે કરોડોના MD ડ્રગ્‍સ સાથે રાજસ્‍થાનના કૂવિખ્‍યાત સાથે બે શખ્‍સોને દબોચી લીધા : દીપોત્‍સવી તહેવારોમાં વિશેષ ચેકિંગમાં માલ પકડાઈ ન જાય તે માટે રાજસ્‍થાનથી વહેલો માલ મંગાવવાનો કારસો ડીસીબીની જાગળતિથી ઉંધો વળી ગયો પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનું નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન નવા રેકોર્ડ સ્‍થાપે છે, જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાંના નેતળત્‍વમાં વધુ એક મોટી સફળતા રાજસ્‍થાનમાંથી રાજુ બીશ્રોઈ પાસેથી તાજેતરમાં જમીન મુકત થયેલ યાકીબ દ્વારા માલ ખરીદી થયાનું સફળ રેડના સુકાની Pi એસ.એન. પરમાર ટીમની તપાસમાં ખુલ્‍યું2:28 PM IST

 રાજકોટના દિવાનપરામાં પાંચમા માળે આગ : કારીગરનું મોત:જુઓ વિડીયો : શ્રી હરિ કોમ્‍પલેક્ષમાં અગાસીના ડોમમાં બંગાળી કારીગરો રાતપાળીમાં હતાં ત્‍યારે ડ્રમ પોલીશ મશીનમાં ઓવર હીટીંગને કારણે આગ ભભૂકી :આજે દિવાળીની સફાસફાઇ કરવાની હોઇ રાતપાળીમાં કામ પુરૂ કરવા કારીગરો બેઠા હતાં: ત્રણ ફાયર સ્‍ટેશનોની ટીમો દોડી ગઇ હતીઃ ટેરેસ ઉપર પતરાનો ડોમ હતો તેમાં આગ ભભૂકી હતીઃ એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ બી. વી. બોરીસાગર દોડી ગયાઃ ફાયર બ્રિગેડના અધિકારીઓ-ટીમોએ ભારે જહેમતથી આગ બુઝાવી : ભાજપ-કોંગ્રેસના આગેવાનો પણ દોડી ગયાઃ મોડી રાતે ધડાકા સાંભળી આસપાસના વિસ્‍તારમાં ભય ફેલાયો : મૃત્‍યુ પામનાર ૪૮ વર્ષિય કારીગર પલાશ નિયોગી ત્રણ દિવસ પહેલા જ કામે આવ્‍યા હતાં: રૂમ મળ્‍યો ન હોઇ કામના સ્‍થળે જ રોકાયા હતાં : ચાર એલપીજી ગેસના બાટલા હતાં, તેમાંથી એક ફાટયોઃ એ.સી. કમ્‍પ્રેશર પણ ફાટતાં ધડાકા થયાઃ ચાર કારીગરોનો બચાવ, એક કારીગર હાથમાં દાઝ્‍યો11:37 AM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST