તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th October 2025
ભાડેથી રહેતાં ધોરાજીના અફઝલને ભક્તિનગર પોલીસે ગાંજા સાથે પકડયો
કોઠારીયા રોડ અરવિંદભાઇ મણીયાર ક્વાર્ટરમાં દરોડો એએસઆઇ હર્ષ કે. માલવીયાની બાતમીઃ પીઆઇ એમ. એમ. સરવૈયા, પીએસઆઇ ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમની કામગીરી જુનાગઢ તરફથી લાવ્યાનું રટણઃ પડીકી બનાવી વેંચતો હતોઃ ૯૯૯ ગ્રામ ગાંજો મળ્યો

રાજકોટ તા. ૧૪: શહેરમાં વધુ એક વખત માદક પદાર્થ ગાંજા સાથે મુળ ધોરાજી પંથકના હાલ રાજકોટ હુડકો ક્વાર્ટરમાં રહેતાં શખ્સને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સે પોતે જુનાગઢના ડુંગરપુર પલાસવાના એક મુસ્લિમ શખ્સ પાસેથી ગાંજો લાવ્યાનું રટણ કર્યુ છે. જો કે સાચી વિગતો જાણવા આજીડેમ પોલીસે આગળની તપાસ કરશે.
પ્રાપ્ત માહિતી મુજબ ભક્તિનગર પોલીસની ટીમ માદક પદાર્થની હેરાફેરી થતી હોય તો તે અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ હર્ષ કે. માવદીયાને બાતમી મળી હતી કે કોઠારીયા રોડ અરવિંદભાઇ મણીયાર સી-ક્વાર્ટર શેરી નં. ૪૬ ક્વાર્ટર નં. ૩૨માં જયશ્રીબેન વડગામાના ઘરમાં ભાડેથી રહેતાં મુળ ધોરાજીના અફઝલ રઝાકમિયા સૈદય (ઉ.વ.૩૭) પાસે ગાંજો છે અને આ શખ્સ હાલ ઘરમાં હાજર છે. આ બાતમી પરથી ટીમ પહોંચતા અફઝલ મળી આવ્યો હતો. તપાસ કરતાં રૂા. ૯૯૬૦નો ૯૯૯ ગ્રામ ૬૦૦ મીલીગ્રામ ગાંજો મળી આવતાં એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાને બોલાવી પરિક્ષણ કરાવી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અફઝલની ધરપકડ કરી વધુ તપાસ માટે તેને આજીડેમ પોલીસને સોંપાતા પીઆઇ એ. બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
તપાસમાં ખુલ્યા મુજબ અફઝલ કેટલાક સમયથી રાજકોટ ભાડેથી રહે છે અને છુટક ગાંજાની પડીકીઓ બનાવી વેંચે છે. તે જુનાગઢ નજીકના ડુંગરપુર પલાસવાના મુસ્લિમ શખ્સ પાસેથી આ ગાંજો લાવ્યાનું રટણ કરી રહ્યો છે. જો કે સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરાશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હર્ષભાઇ માવદીયા, હેડકોન્સ. હિરેનભાઇ ચાવડા, રમેશભાઇ માલકીયા, રાજેશગીરી ગોસ્વામી, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, નિલેષભાઇ મીયાત્રા, પ્રભાતભાઇ મૈયડ, અમરભાઇ શિયાર, અરજણભાઇ પરમાર, હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયાએ આ કામગીરી કરી હતી. (૧૪.૯)
(2:35 PM IST)










