Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

રાજકોટ યાજ્ઞિક રોડ પર આવેલ સન્ની પાજી દા ધાબા રેસ્ટોરન્ટમાં ફૂડ શાખાના દરોડા પડવામાં આવ્યા હતા રેસ્ટોરન્ટ માંથી વાસી અખાધ બાફેલા શાકભાજી, પનીર ચીલી, સડેલા શાકભાજીનો કુલ ૧૨ કિલો જથ્થાનો મળી આવ્યો હતો.રેસ્ટોરન્ટમાં ઉત્પાદન સ્થળ અને સ્ટોરેજમાં જોવા મળી ગંદકી, ગ્રેવી શાકમાં કેમિકલ કલરનો ઉપયોગ કરાતો હતો જેથી સ્થળ ઉપર જ તેનો નાશ કરાયો હતો અને સન્ની પાજી ની બધી બ્રાંચ ને રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી સાથો સાથ બિસ્વિન ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પર પણ આરોગ્ય વિભાગે દરોડા પડ્યા હતા, બિસ્વિનના પ્લાન્ટ ની મુદત BSI તરફથી પૂર્ણ થઈ ગઈ હતી છતાં પણ પ્લાન્ટ શરૂ રાખવામાં આવ્યો હતો તેમજ એક્ષપાયરી ડેટ પણ ખોટી નાખવામાં આવી અને તેનો રોકોર્ડ પણ રાખવામાં આવ્યો નથી પાણી ની બોટલ માં વપરાતા પ્લાસ્ટિક પણ તપાસ અર્થે લઈ બિસ્વીન દ્રિંકિંગ ને નોટિસ ફટકાવામાં આવી હતી

વાઘણને આકર્ષવા ૨ વાઘ બાખડ્યાઃ સમગ્ર જંગનો વીડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ