Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને તમામ પ્રકારના ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને મંગળવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ સાથે તેની શાનદાર ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો, જેમાં તેણે વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનોને કઠિન પડકારો આપ્યા. સ્ટેને ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. 38 વર્ષના ફાસ્ટ બોલરે પોતાની 17 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન દક્ષિણ આફ્રિકા માટે 93 ટેસ્ટ, 125 વનડે અને 47 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

(6:15 pm IST)