Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મેરીકોમ પણ ઈટાલીમાં તાલીમ લેશે

જાપાનમાં નિયમો કડક હોય તેના નિયંત્રણોથી બચવા હવે

નવી દિલ્હીઃ જાપાનીઝ સરકારે ભારત સહિતના ૧૧ દેશોમાંથી ટોકિયો ઓલિમ્પિકમાં રમવા માટે આવનારા ખેલાડીઓ માટે કોરોનાના ટેસ્ટિંગથી માંડીને કવોરન્ટાઈનના કડક નિયમો અમલમાં મૂકયા છે. જો ભારતીય ખેલાડીઓ વિદેશમાં તાલીમ મેળવી રહ્યા હોય અને ત્યાંથી સીધા જ ટોકિયો પહોંચવાના હોય તો તેમના પર આ કડક નિયમો-નિયંત્રણો લાગૂ નહીં પડે. જેના કારણે ભારતની લેજન્ડરી બોકસર અને ભૂતપૂર્વ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ મેરી કોમે ઈટાલી જવાનો નિર્ણય લીધો છે.

ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય બોકસરો હાલમાં ઈટાલીમાં તાલીમ મેળવી રહ્યા છે અને મેરીકોમ પણ તેમની સાથે જોડાઈ જશે. મેરીકોમ એકાદ-બે દિવસમાં જ ઈટાલીના એસીસી ખાતે ઓલિમ્પિક તૈયારી કરી રહેલા આઠ બોકસરો સાથે જોડાવા માટે રવાના થશે. ત્યાંથી તેઓ સીધા ઓલિમ્પિકમાં ભાગ લેવા રવાના થશે.મેરીકોમ પૂણેના આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટયૂટ ખાતે તાલીમ મેળવી રહી હતી.

(3:37 pm IST)