Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ઈંગ્લેન્ડમાં રજાની મજા માણતા ખેલાડીઓઃ ઈન્સ્ટાગ્રામમાં તસ્વીરો શેર કરી

નવીદિલ્હીઃ વર્લ્ડકપ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં  રજાની મજા માણી રહ્યા છે. કોઈક ખેલાડી પત્ની સાથે જોવા મળે કોઈક પોતાની રીતે ફરે છે.  તેઓ લંડનમાં મસ્તીના મૂડમાં જોવા મળે છે. હવે લંડનમાં ભારતીય ટીમ પાસે ૪૧ દિવસનો સમય છે. ૪ ઓગસ્ટથી ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થશે. ટીમના મેનેજમેન્ટે ખેલાડીઓને લંડનમાં રજા માણવવાની મંજૂરી આપી છે. રોહિત શર્માએ ટ્વીટમાં લખ્યું કે ખુશ રહેવું હોય તો બાળકોને આ નજારો બતાવો.

જયારે કેપ્ટન વિરાટ કોહલી અનુષ્કા સાથે કોફી સાથે જોવા મળે છે. લોકેશ રાહુલ ઈન્સ્ટાગ્રામ પર લંડનના એક માર્ગ પર ઉભો હોય એવો ફોટો શેર કર્યો છે.

હનુમાન વિહારી, રહાણે, રોહિત શર્માએ પોતાના પરિવારજનો સાથે મસ્તીના અંદાજ સાથે તસ્વીર ઈન્સ્ટાગ્રામ ઉપર મૂકી હતી.

શાર્દુલ ઠાકુરને બ્રિજ પર એક અલગ અંદાજમાં ફોટોશુટ કરતો જોવા મળે છે. જયારે મોહંમદ શામી જીમમાં પરસેવો પાડી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પણ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ફોટો શેર કર્યો છે જેમાં રજવાડી લુકમાં જોવા મળે છે.

(3:32 pm IST)