Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કેન્દ્ર સરકાર ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી સંબંધે પોતાની સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરે: બીસીસીઆઈ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કેન્દ્ર સરકાર પાસે ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી સંબંધે પોતાની સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો છે. આ બન્ને પડોશી દેશો વચ્ચે રાજકીય તણાવને કારણે ૨૦૧૨થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. 
બીસીસીઆઈ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું આવ્યું છે કે સરકાર તરફથી મંજૂરી મળ્યા વિના તે દ્વિપક્ષીય શ્રેણી રમી શકે તેમ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ આઈસીસી નિવારણ મંચમાં જતાં પહેલાં સરકાર પાસેથી ઔપચારિક સંદેશ ઈચ્છી રહ્યું છે. બીસીસીઆઈને આઈસીસી વિવાદ નિવારણ મંચમાં પીસીબીના ૭ કરોડ ડોલરના વલણના દાવા વિરુદ્ધ પોતાનો પક્ષ રાખવાનો છે. પીસીબીએ ૨૦૧૪માં બન્ને બોર્ડ વચ્ચે થયેલી સમજૂતિનું સન્માન નહીં કરવાને કારણે આ દાવો કર્યો છે. 
આ ઈ-મેઈલ અંગે પૂછવા પર બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ક્રિકેટ બોર્ડ તરફથી નિયમિતનો પત્ર વ્યવહાર છે. દ્વિપક્ષીય શ્રેણીને લઈને સરકાર પાસેથી પરવાનગી લેવી અમારું કર્તવ્ય છે. અમારું કામ પૂછવાનું છે અને આ સરકાર પર નિર્ભર છે. અમે સમજીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિઓમાં દ્વિપક્ષીય શ્રેણી બહ મુશ્કેલ છે પરંતુ જો અમને સરકાર પાસેથી જવાબ મળી જાય તો તેનાથી અમને મદદ મળશે. પીસીબીએ આઈસીસી વિવાદ નિવારણ સમિતિમાં અપીલ કરીને બીસીસીઆઈ પર ભવિષ્યનો પ્રવાસ કાર્યક્રમ (એફટીપી)ની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.

(5:06 pm IST)
  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • ઉત્તર કોરિયાના એક વરિષ્ઠ અધિકારી અમેરિકા પહોંચ્યા :ઉત્તર કોરિયાના શાશક કિમ જોંગ ઉન સાથે ડોનાલ્ડ ટ્રમ્પની બેઠકનો ગોઠવતો તખ્તો :પ્રસ્તાવિત શિખર બેઠકની તૈયારી માટે કિમ ના ખાસ અધિકારી ન્યુયોર્ક પહોંચ્યા access_time 1:09 am IST

  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST