Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ડી વિલિયર્સેની વિસ્ફોટક બેટિંગ

નવી દિલ્હી: ગત વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા એબી ડી વિલિયર્સે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં વિસ્ફોટક બેટિંગ કરતાં ૫૦ બોલમાં અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત તેણે ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સ સાથે ત્રીજી વિકેટ માટે અણનમ ૧૮૪ રનની ભાગીદારી નોંધાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઢાકા ડાયનામાઇટ્સ સામેની મેચમાં ૧૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી રંગપુર રાઇડર્સે પાંચ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. ગેલ એક રને અને રિલી રોસો ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તે પછી હેલ્સ અને ડી વિલિયર્સની જોડીએ વિકેટ ગુમાવ્યા વિના ૧૦ બોલ બાકી રહેતાં ટીમને આઠ વિકેટે જીત અપાવી હતી.ડી વિલિયર્સે આ મેચમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગા સાથે ૧૦૦* રન અને હેલ્સે અણનમ ૮૫ રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે ૧૮૪* રન જોડયા જે ટી-૨૦ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલાં ઇયાન બેલ અને એડમ હોઝના નામે રેકોર્ડ હતો. ગત વર્ષે આ જોડીએ ર્બિંમઘમમાં રમાયેલી ટી-૨૦ (વિટાલિટી બ્લાસ્ટ)માં ૧૭૧ રન જોડયા હતા.ડી વિલિયર્સની ટી-૨૦ ક્રિકેટમાં ચાર સદી થઈ ગઈ છે. તે સિવાય ડી કોક એવો બેટ્સમેન છે જેણે ટી-૨૦માં ચાર સદી ફટકારી છે. ડી વિલિયર્સે આ મેચમાં છ છગ્ગા ફટકારવાની સાથે ટી-૨૦માં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે રોહિત શર્માને પાછળ છોડયો હતો. રોહિત શર્મા ટી-૨૦ ક્રિકેટમાં ૩૨૨ છગ્ગા સાથે આઠમા સ્થાને છે જ્યારે ડી વિલિયર્સ ૩૨૫ છગ્ગા સાથે સાતમા ક્રમે પહોંચી ગયો છે. ટી-૨૦માં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ ગેલના નામે છે. ગેલે ૯૦૦ છગ્ગા ફટકાર્યા છે.

 

 

 

(6:05 pm IST)