Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટૉમ કુરૈનની ભારતીય કપ્તાન વિરાટ કોહલીની વિકેટ લેવાની ઈચ્છા

નવી દિલ્હી: ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીના વખાણ કરનારા લોકોની સંખ્યા ઓછી નથી. પોતાની આક્રમક બેટિંગ અને શાનદારા કપ્તાનીને કારણે તેણે આખી દુનિયામાં ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. જ્યારે આ લાઇનમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટૉમ કુરૈન પણ સામેલ થઇ ગયો છે. વિરાટના વખાણ કરતા ટૉમે તેને અવિશ્વસનીય ખેલાડી બતાવ્યો હતો અને સાથે જે એવી પણ આશા દાખવી હતી કે તે ભવિષ્યમાં ભારતીય કપ્તાન વિરાટની વિકેટ લેવા માગે છે. આઇસીસી ટી20 વર્લ્ડકપની જાહેરાત થઇ ચૂકી છે અને આગામી વર્ષે 18 ઓક્ટોબરથી આ વર્લ્ડકપ શરૂ થશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 નવેમ્બરે મેચ રમાશે. જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં ટૉમે કોહલીના વખાણ કર્યા હતા અને આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વિરુદ્ધ મેચ રમીને વિરાટવી વિકેટ લેવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. ટૉમે જણાવ્યું હતું કે વિરાટ એક અવિશ્વસનીય ખેલાડી છે અને હું તેની વિકેટ લેવા માગુ છું. વધુમાં ટૉમ જણાવે છે કે ઑસ્ટ્રાલિયામાં ટી20 મેચ રમવી એક અદ્ભુત આનંદ છે અને અહીંના દર્શોકો પણ અસાધારણ છે અને આવી જગ્યાએ રમવું એક શાનદાર અનુભવ સાબીત થશે. 2015માં રમાયેલા વર્લ્ડકપ દરમિયાન અહીં દર્શકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. દુનિયાના સૌથી સારા ગ્રાઉન્ડ ઑસ્ટ્રાલિયામાં આવેલા છે. બિગ બેશ લીગમાં ઑસ્ટ્રેલિયામાં રમવાનો સારો અનુભવ રહ્યો હતો.

 

(6:05 pm IST)