Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ICCએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડને ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કહ્યું

જો કોઈ ખેલાડી કે કોચ ભ્રષ્ટાચારની વિગતો સાથે પકડાશે તો તેને ૫ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે

શ્રીલંકન ક્રિકેટમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભ્રષ્ટાચાર અને મેચ-ફિકિસંગના આરોપો સામે આવી રહ્યા છે એ જોતાં આઈસીસીએ વહેલી તકે ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કહ્યું છે. ગયા વર્ષે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ દરમ્યાન મેચ-ફિકિસંગના આરોપો બહાર આવ્યા હતા. આઈસીસીના એન્ટિ-કરપ્શન ચીફ એલેકસ માર્શલે કહ્યું હતું કે ૧૫ દિવસના એમ્નેસ્ટી પિરિયડ દરમ્યાન અમને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ દરમ્યાન અમે ખેલાડીઓ, કોચ અને ક્રિકેટની રમત સાથે સંકળાયેલા તમામને વિનંતી કરી હતી કે સજાનો ભય રાખ્યા વગર ભ્રષ્ટાચાર અથવા ફિકિસંગની કોઈ પણ વિગતો જો તમારી પાસે હોય તો જણાવી દો. જો કોઈ ભ્રષ્ટાચારની વિગતો સાથે પછી પકડાશે તો તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે.

(3:57 pm IST)