Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અકરમે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝને સ્વદેશ પાછો બોલાવવાના નિર્ણયને વખોડ્યો

વર્લ્ડકપ પહેલા કેપ્ટન બદલવાનો કોઈ અર્થ નથી

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સરફરાઝ અહમદને સ્વદેશ પાછો બોલાવવાના નિર્ણયની ટીકા કરી હતી. બીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર એન્દીલ ફેલુકવાયો પર રંગભેદની ટિપ્પણી કરવા બદલ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ પર  ૪ મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે છેલ્લી બે વન-ડે અને પહેલી બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ નહિં રમી શકે. અકરમે કહ્યું હતું કે અહમદને સ્વદેશ પાછો બોલાવી લેવાનો નિર્ણય ભૂલભરેલો છે. તે ત્રીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં રમી શકયો હોત. વર્લ્ડકપ પહેલા કેપ્ટન બદલવાનો કોઈ અર્થ નથી. ટીમને ટૂંકા ગાળાનો નહિં, લાંબા ગાળાનો લીડર જોઈએ છે.(૩૭.૮)

 

(3:56 pm IST)