Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

રોહિતની આગેવાનીમાં કાલે મુકાબલો

હવે ટીમ ઈન્ડિયા કલીન સ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે : કાલે સવારે ૭ વાગ્યાથી જીવંત પ્રસારણ

માઉન્ટ,તા. ૨૫ : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીન ચોથી મેચ આવતીકાલે હેમિલ્ટન ખાતે  રમાનાર છે. ભારતીય ટીમે શ્રેણી જીતી લીધી હોવા છતાં જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. બીજી બાજુ બાકીની બે મેચોમાં જીત મેળવી પ્રતિષ્ઠા બચાવવા માટે ન્યુઝીલેન્ડની ટીમ પ્રયાસ કરશે.  અત્રે નોંધનીય છે કે  ત્રીજી વનડે મેચમાં પણ ભારતે ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે પાંચ વનડે મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. ભારતની ન્યુઝીલેન્ડ ઉપર હેટ્રિક જીત થઇ હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડે શ્રેણી જીતી હતી. ૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. મેચનું પ્રસારણ આવતીકાલે ૭ વાગ્યાથી થશે. ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન), બોલ્ટ, બ્રેસવેલ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલસ, માઇકલ સેન્ટર, ઇશ શોધી, ટીમ સાઉથી, રોસ ટેલર ભારતીય  :  રોહિત શર્મા ( કેપ્ટન)  યુજવેન્દ્ર , શિખર ધવન, ધોની, જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ, ભુવનેશ્વર, સામી, શિરાજ, શંકર, શુબમન ગિલ, જસપ્રિત, હાર્દિક, લોકેશ રાહુલ..

(3:40 pm IST)