Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

બીસીસીઆઇની મોટી જીતઃ આઇસીસીને ઘુંટણીયે ટેકવવા મજબુર કરી દીધુ

ઇન્‍દોરની પિચ મામલે હવે ૧ ડીમેરીટ પોઇન્‍ટ

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલિયાની વચ્‍ચે ઈંદોરના હોલ્‍કર સ્‍ટેડિયમમાં ત્રીજા ટેસ્‍ટ મેચમાં ભલે ટીમ ઈન્‍ડિયાને હાર મળી પરંતુ મેદાનની પિચ પર બીસીસીઆઈને મોટી જીત મળી છે. હકીકતે બીસીસીઆઇએ પિચના મામલે આઇસીસી?? દ્યુટણા ટેકવા પર મજબૂર કરી દીધા છે.

ઈંદૌર ટેસ્‍ટ ફક્‍ત ત્રણ દિવસમાં પુરી થઈ ગઈ હતી અને હોલ્‍કર સ્‍ટેડિયમની પિચને મેચ રેફરીએ ખરાબની શ્રેણીમાં રાખી હતી પરંતુ હવે પિચની રેટિંગ આઈસીસીને બદલવી પડી છે. બીસીસીઆઇએ ઈંદૌર ટેસ્‍ટમાં ઉપયોગમાં લેવામાં આવેલી પિચ માટે ખરાબ રેટિંગ વિરૂદ્ધ અપીલ કરી હતી. જેથી  હવે ઈંદૌરની પિચને ૩ ડીમેરિટ પોઈન્‍ટની જગ્‍યાએ એક જ ડીમેરિટ પોઈન્‍ટ મળશે.

 આ મેચના પરિણામ બાદ મોટી વાત એ થઈ કે પિચ પર સવાલ ઉભા કરવામાં આવ્‍યા હતા. પૂર્વ કેપ્‍ટન સુનીલ ગાવસ્‍કરે કહ્યું કે પિચ પર કોઈ બેટ્‍સમેનને કોઈ ખતરો ન હતો બીસીસીઆઇએ મેચ રેફરીના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી ત્‍યારબાદ આઈસીસીને પિચ રેટિંગ બદલવી પડી હતી.

(4:00 pm IST)