Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

વર્લ્ડ કપ માટે ૨૨ મેચમાં ૧૬ અમ્પાયર તથા છ મેચ રેફરી ઓફિશિયલ્સની યાદી જાહેર : ભારતીય અમ્પાયર એસ.રવિની પસંદગી

નવી દિલ્હી: આઇસીસીએ ઇંગ્લેન્ડ ખાતે રમાનારા વર્લ્ડ કપ માટે ૨૨ મેચ ઓફિશિયલ્સની યાદી જાહેર કરી દીધી છે. તેમાં ૧૬ અમ્પાયર તથા છ મેચ રેફરી સામેલ છે. અમ્પાયર્સની યાદીમાં એસ. રવિ એકમાત્ર ભારતીય અમ્પાયર છે. અત્યાર સુધી રવિએ ૩૩ ટેસ્ટ, ૪૨ વન-ડે તથા ૧૮ ટી૨૦ મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. ૧૨મો વર્લ્ડ કપ ૩૦મી મેચથી ૧૪મી જુલાઇ સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. રવિ તાજેતરમાં આઇપીએલની એક મેચ દરમિયાન વિવાદમાં ફસાયા હતા. મુંબઇ અને બેંગ્લોરની મેચમાં તેમણે લસિત મલિંગાના છેલ્લા બોલને નો-બોલ જાહેર કર્યો નહોતો. આ કારણથી બેંગ્લોરના વિરાટ કોહલી તથા મુંબઇના રોહિત શર્માએ પણ નિરાશા વ્યક્ત કરી હતી. કોહલીએ એવું પણ સ્ટેટમેન્ટ કર્યું હતું કે અમે ક્લબ કક્ષાની મેચો નહીં પરંતુ આઇપીએલ રમીએ છીએ.

(5:34 pm IST)