Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ધોની પહોંચી ગયો ડ્રેસીંગ રૂમમાં, ખેલાડીઓને સરપ્રાઇઝ આપી

રાંચીના મેદાનમાં ટીમ ઈન્‍ડિયા અહીં પહોંચી તો ધોની પણ તરત જ મેદાન પર પહોંચી ગયો અને ટીમ ઈન્‍ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોનીને જોઈને ખેલાડીઓ ખૂબ જ ખુશ અને આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ ધોનીને ઘેરી લીધો અને તેની સાથે મજાક કરવા લાગ્‍યા. આ દરમિયાન ધોની નારિયેળ પાણી પીતો જોવા મળ્‍યો હતો.

બીસીસીઆઈએ ખુદ ટીમ ઈન્‍ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોનીની એન્‍ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.  ઈશાન કિશન, હાર્દિક પંડ્‍યા, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ધોની સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. ધોનીને જોઈને બાકીનો સ્‍ટાફ પણ તરત જ આવી ગયો અને હાથ મિલાવીને તેની સાથે વાત કરવા લાગ્‍યો. આ દરમિયાન કેટલાક યુવા ખેલાડીઓએ પણ ધોની સાથે વાત કરી હતી. વીડિયોના અંતમાં વોશિંગ્‍ટન સુંદર પણ ધોની સાથે વાત કરતો જોવા મળ્‍યો હતો.

(3:15 pm IST)