Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

રિક્ષા ડ્રાઈવરની દિકરીએ બોકિસંગમાં જીત્યો ગોલ્ડ

આર્થિક તંગી હોવા છતાં પણ પરિવારે આપ્યો ભરપૂર સાથ : આઠ વર્ષની ઉંમરે પહેર્યા ગ્લવ્ઝ

પોલેન્ડમાં યોજાયેલી ૧૩મી આંતરરાષ્ટ્રીય સિલેસિયન બોકિસંગ ચેમ્પિયનશિપમાં પટિયાલાની ૧૬ વર્ષની સંદીપ કૌરે બાવન કિલોની કેટેગરીમાં પોલેન્ડની કેરોલિના એમ્પલ્ટાને પ-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. સંદીપની અત્યાર સુધીની સફર સરળ નથી રહી.

હસનપુર ગામની સંદીપ કૌરના પિતા સરદાર જસવીર સિંહ રિક્ષા ચલાવે છે. આર્થિક તંગી હોવા છતાં તેના પિતાએ તેને હંમેશાં બોકિસંગમાં સાથ આપ્યો. સંદીપ કૌરને બોકિસંગમાં કરીઅર બનાવવાની પ્રેરણા તેના કાકા સિમરનજિત સિંહ પાસેથી મળી, જે ગામ નજીકની એક એકેડેમીમાં બોકિસંગ કરતા હતા.

સંદીપ કૌરે કહ્યું હતું કે જયારે હું નાની હતી ત્યારે મારા કાકા સાથે ગામની પાસે આવેલી એકેડેમીમાં જતી હતી ત્યાં મેં યુવાન છોકરાઓને બોકિસંગ શીખતા જોયા અને ધીરે-ધીરે આગળ વધવા લાગી. જયારે પહેલી વખત બોકિસંગ ગ્લવ્ઝ ત્યારે હું ફકત ૮ વર્ષની હતી. એકેડેમીમાં સુનીલ કુમારે સંદીપને ટ્રેઇનિંગ આપી. ગામના દ્યણા લોકો સંદીપ બોકિસંગમાં કરીઅર બનાવે એવું નહોતા ઇચ્છતા છતાં તેના પરિવારના સભ્યો તેનો ભરપૂર સાથ આપીને હંમેશાં આત્મવિશ્વાસ વધારતા હતા.

(3:42 pm IST)