Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

રિષભ પંત માટે ધોની છે રોલ મોડેલ

નવી દિલ્હી:વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતનો ભારતીય ક્રિકેટના પ્રતિભાશાલી ખેલાડીઓમાં સમાવેશ કરવામાં આવે છે. ૨૦ વર્ષના રિષભને અત્યાર સુધી મર્યાદિત ઓવરોનો બૅટ્સમૅન ગણવામાં આવતો હતો, પરંતુ ઇંગ્લૅન્ડ સામેની પહેલી ત્રણ ટેસ્ટ-મૅચ માટેની ટીમમાં તેનો સમાવેશ કરીને સિલેક્ટરોએ તેના પર મોટો ભરોસો મૂક્યો છે. રિષભે ઇન્ડિયા-ખ્ ટીમ તરફથી ચાર દિવસની ટેસ્ટ-મૅચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી મનાતા આ ખેલાડીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ કૅપ્ટન પાસેથી વિકેટકીપિંગને લઈને ઘણું શીખ્યો છું.
એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘મને જ્યારે પણ માહીભાઈ પાસેથી કોઈ મદદની જરૂર હોય ત્યારે હું તેની સાથે વાત કરી લઉં છું. IPLના કૉન્ટ્રૅક્ટથી માંડીને વિકેટકીપિંગ સુધી તમામ મામલે મેં સલાહ લીધી છે. ધોનીભાઈએ મને હંમેશાં કહ્યું છે કે વિકેટકીપિંગમાં હાથ અને મગજનો તાલમેલ બહુ જરૂરી છે. શરીરનું સંતુલન બાદમાં આવે છે. તેમની સલાહથી મને ઘણી મદદ મળી છે.’

(4:55 pm IST)