Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

મારી ટીમના ખેલાડીઓ જ મને ગાંડો કહેતા, યુનુસ ખાને વિવાદ છેડયો

યુનુસે કહ્યું ટીમના સભ્યો મારી સાથે તોછડુ વર્તન કરતા હતા

લાહોર : પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન યુનુસ ખાનનું કહેવું છે કે મારી કેપ્ટસી દરમ્યાન હું સાચું બોલતો હોવાથી મને પાગલ તરીકે ગણવામાં આવતો હતો તેમ જ એ સમયે મારી ટીમના સભ્યો મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરતા હતા.   યુનુસ ખાને કહ્યું કે જીવનમાં તમે જયારે સાચું બોલો છો ત્યારે તમારે દ્યણી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને તમને પાગલ તરીકે પણ ગણવામાં આવી શકે છે. મેં એક ભૂલ કરી હતી કે કેટલાક ખેલાડીને મેં કહ્યું હતું કે તમે દેશ માટે મેદાન પર તમારો બેસ્ટ પર્ફામન્સ નથી આપી રહ્યા. જોકે એ સાથીઓને ત્યાર બાદ પસ્તાવો પણ થયો હતો. મને ખબર હતી કે હું કંઈ ખોટું નથી કરી રહ્યો અને હું ફકત સાચું જ બોલી રહ્યો છું. હું મારા પિતા પાસેથી એ શીખ્યો છું કે હંમેશાં વિનમ્ર રહેવું અને સાચું બોલવું.

(2:38 pm IST)