Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પ્રથમ ટેસ્ટ : ભારત જીતની દિશામાં, કોહલીના ૫૧ રન

વિન્ડિઝ ૨૨૨ રનમાં ઓલઆઉટ થઇ ગયું : ભારતના બીજા દાવમાં ૩ વિકેટે ૧૮૫ રન : પ્રથમ દાવના આધારે ભારતે ૨૬૦ રનની લીડ મેળવી : ટેસ્ટ રોમાંચક

એન્ટીગુવા, તા. ૨૫ : એન્ટીગુવા ખાતે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીતની તરફ આગળ વધી રહી છે. ભારતના પ્રથમ દાવમાં ૨૯૭ રન ઓલઆઉટના જવાબમાં વિન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં ૨૨૨ રન કરી શકી હતી. ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેના બીજા દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૮૫ રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ૫૧ અને રહાણે ૫૩ રન સાથે રમતમાં છે. કોહલી ફરી એકવાર સદીની દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. ભારતની હવે ૨૬૦ રનની લીડ થઇ ગઈ છે અને સાત વિકેટ હાથમાં હોવાથી આ ટેસ્ટ મેચ ભારતના હાથમાં આવી ગઈ છે. મેચના બે દિવસ બાકી હોવાથી ભારત જંગી લીડ મેળવી લીધા બાદ દાવ ડિકલેર કરીને વિન્ડિઝને મેદાનમાં ઉતારે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારત તરફથી કોહલી ૫૧ અને રહાણે ૫૩ રન સાથે રમતમાં હતા.

            ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના મેદાન ઉપર ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી. ૨૦૦૨ સુધી વેસ્ટઇન્ડિઝે પોતાના ઘરમાં જોરદાર દેખાવ જારી રાખીને ભારતીય ટીમને ક્યારે પણ ટેસ્ટ શ્રેણી જીતવાની તક આપી ન હતી પરંતુ ૨૦૦૨ બાદ ઘરઆંગણે વેસ્ટઇન્ડિઝની ટીમ પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ વખતે વેસ્ટઇન્ડિઝની ટીમ પાસે કોઇ સારા દેખાવની અપેક્ષા રખવામાં આવી રહી છે. કારણ કે, મોટાભાગની ટીમ બિનઅનુભવી દેખાઈ રહી છે.બંને વચ્ચે ૧૯૫૨-૫૩માં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી લઇને હજુ સુધી બંને દેશો વચ્ચે અનેક ટેસ્ટ શ્રેણીનું આયોજન વિન્ડિઝ કરવામાં આવ્યું છે. ૧૧ ટેસ્ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્યું છે જે પૈકી ભારતે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી છે.

          ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. સતત ત્રણે ટેસ્ટ શ્રેણી જીતી ગયા બાદ કેરિયબિન ભૂમિ પર સતત ચોથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. હાલમાં જ  વનડે શ્રેણીમાં બે સદી ફટકારીને ફોર્મની સાબિતી આપી ચુકેલા વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં એક સદી ફટકારશે તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી સ્મિથના સદીના રેકોર્ડને તોડી નાંખશે.હજુ સુધી સ્મિથ અને વિરાટ કોહલીની ૨૫-૨૫ સદી છે. જો વિરાટ કોહલી શ્રેણીમાં બે સદી ફટકારશે તો વેસ્ટઇન્ડિઝના પૂર્વ મહાન ખેલાડી ગેરી સોબર્સના રેકોર્ડને તોડી દેશે. સોબર્સે ટેસ્ટ ક્રિકેટમાં ૨૬ સદી ફટકારી છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી ૬૬૧૩ રન કર્યા છે.આવી સ્થિતિમાં તેની પાસે આ શ્રેણીમાં ૭૦૦૦ રન પુરા કરવાની પણ તક રહેલી છે.

સ્કોરબોર્ડ : પ્રથમ ટેસ્ટ

 

 

ભારત પ્રથમ દાવ : ૨૯૭

 

 

વિન્ડિઝ પ્રથમ દાવ : ૨૨૨

 

 

ભારત બીજો દાવ :

 

 

રાહુલ

બો. ચેસ

૩૮

અગ્રવાલ

એલબી બો. ચેસ

૧૬

પુજારા

બો. રોચ

કોહલી

અણનમ

૫૧

રહાણે

અણનમ

૫૩

વધારાના

 

૦૨

કુલ

(૭૨ ઓવરમાં ૩ વિકેટે)

૧૮૫

પતન  : ૧-૩૦, ૨-૭૩, ૩-૮૧.

બોલિંગ : રોચ : ૧૨-૪-૧૮-૧, ગાબ્રિયેલ : ૧૦-૩-૩૦-૦, ચેસ : ૨૫-૫-૬૯-૨, હોલ્ડર : ૧૦-૩-૧૭-૦, કમિન્સ : ૪-૦-૧૫-૦.

(8:22 pm IST)