Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સોમવીર બનશે વિનેશ ફોગટનો લાઈફ પાર્ટનર : બંને રેસલર છે

નીરજ ચોપડા સાથે અફેરની અફવાઓને આપ્યો વિરામ

ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે તેના નીરજ ચોપડા સાથેના કહેવાતા અફેરની તમામ અફવાઓને વિરામ આપ્યો છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચનારી વિનેશ ગઈ કાલે ભારત પાછી ફરી હતી. સોનીપત નિવાસી વિશે ઇન્સ્ટાગ્રામ પર સોમવીર સાથેનો ફોટો શેર કર્યો હતો. સોમવીર પણ રેસલર છે. તેણે નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોમવીર પણ સોનીપતના ખરખૌદા ગામનો છે. અત્યારે તે રાજસ્થાનમાં રેલવેમાં નોકરી કરે છે. જકાર્તામાં એશિયન ગેમ્સ દરમ્યાન વિનેશનો ઉત્સાહ વધારવા માટે નીરજ ચોપડા પોતાની ટ્રાયલ છોડીને આવ્યો હતો અને સેલ્ફી પોસ્ટ કરી હતી. એના પગલે મીડિયામાં ચર્ચા થવા લાગી હતી કે તેઓ એકબીજાને પસંદ કરે છે. જોકે પછી વિનેશે વીટ કરીને ખુલાસો કર્યો કે હું, નીરજ અને અમે બધા એપ્લીટ એકબીજાનો ઉત્સાહ વધારવા સપોર્ટ કરીએ છે.(૩૭.૧૩)

(5:29 pm IST)