Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

પૃથ્વી શો ઉપર સચિન તેંડુલકરની 10 વર્ષ જુની ભવિષ્યવાણી સાચી પડી!

મુંબઈ :ભારતીય ક્રિકેટના ભગવાન મનાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 100 એમબી એપ પર કહ્યું કે તેણે 10 વર્ષ પહેલા કહેલી ભવિષ્યવાણી સાચી પડી છે.

   સચિને કહ્યું હતું કે 10 વર્ષ પહેલા મારા એક મિત્રએ મને પૃથ્વી શોની બેટિંગ જોવા કહ્યું હતું. હું પૃથ્વીની રમત જોઉ અને તેને સલાહ આપું. મેં પૃથ્વીને રમત સુધારવા થોડીક ટિપ્સ આપી હતી. આ પછી મેં મારા મિત્રને કહ્યું હતું કે પૃથ્વી શો એક દિવસ ટીમ ઇન્ડિયા તરફથી રમશે.

 

(12:22 pm IST)