News of Monday, 25th June 2018

ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો યો ટેસ્ટ પાસ કરવી પડશે:શાસ્ત્રી

નવી દિલ્હી :ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ  મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી છે કે, ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો યો ટેસ્ટ ખૂબ મહત્ત્વપૂર્મ છે. તેણે કહ્યુ કે ભારત માટે રમવા માંગતા ખેલાડીએ યો યો ટેસ્ટ પાસ કરવી પડશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ પસંદગી કમિટીના અધ્યક્ષ પાટિલે આના પર નીતિગત નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.

(10:44 pm IST)
  • તેલંગણા અને મધ્યપ્રદેશમાં રવિવારે થયેલા બે રોડ અકસ્માતમાં 17 લોકોના મોત થઇ ગયા. 19 લોકો ઘાયલ છે. તેલંગણામાં એક બાઇકને બચાવવામાં ટ્રેક્ટર-ટ્રોલી નહેરમાં પડી ગઈ. તેમાં 13 મહિલાઓના મોત થઇ ગયા, 17 ઘાયલ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ઇંદોરથી આવી રહેલી એક કાર ટ્રક સાથે અથડાઇ ગઇ, જેમાં 2 બાળકો સહિત 4 લોકોનાં મોત થઈ ગયા. બે ઘાયલ છે. access_time 12:18 am IST

  • જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ પર સકંજો કસવા સરકારની તૈયારી :અલગાવવાદી નેતા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે :ટેરર ફંડિગ અને મનીલોન્ડ્રિંગમાં કથિત રીતે સંડોવાયેલા નેતાઓનું આવી બનશે :NIA અને ED દ્વારા સંયુક્ત કાર્યવાહી થશે access_time 1:01 am IST

  • હવામાન ખાતાએ કર્યું અનુમાન : ઉતરાખંડમાં કરા, તોફાન સાથે થંડરસ્ટ્રોમ આવી શકે છેઃ આસામ, મેઘાલય, સબહિમાલય, પ્રશ્ચિમ બંગાળ, સિક્કીમમાં ભારે વરસાદની સંભાવનાઃ કોકણ, ગોવા ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ, અને ત્રીપુરા, મધ્ય મહારાષ્ટ્ર અને કાઠાના તથા દક્ષિણી કર્ણાટક તથા કેરળના અંદરના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છેઃ જયારે યુપીના અમુક વિસ્તારોમાં ધુળનુ તોફાન અથવા થન્ડરસ્ટ્રોમ આવે તેવી શકયતા access_time 3:55 pm IST