Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અંકિતા રૈનાએ સર્જ્યો અપસેટ : ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સ્ટોસૂરને હરાવી

ભારતની ટોપની સિંગલ ટેનિસ મહિલા ખેલાડી અંકિતા રૈનાએ તેના કરીઅરની બેસ્ટ જીત મેળવતાં ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સામન્થા સ્ટોસૂરને હરાવી મોટો અપસેટ સર્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ડબલ ખેલાડી સ્ટોસૂર ૨૦૧૧માં સેરેના વિલિયમ્સને હરાવીને યુએસ ઓપન ચેમ્પિયન બની હતી. ચીનના એનિંગ શહેરમાં ચાલી રહેલી કુવિંગ ઓપનના રમાયેલા બીજા રાઉન્ડમાં અંકિતાએ ઓસ્ટ્રેલિયાની ટોસૂરને ૭-૫, ૨-૬, ૬-૨થી હરાવી હતી. હાલમાં વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં ૧૭૮મો ક્રમાંક ધરાવતી અંકિતા ગયા વર્ષે સાનિયા મિર્ઝા અને નિરુપમા વૈદ્યનાથન બાદ ટોપ ૨૦૦ સિંગલ્સ રેન્કિંગમાં સ્થાન મેળવનારી ત્રીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી.(૩૭.૧૨)

(1:56 pm IST)