Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

૧૦ વર્ષની આ છોકરીએ ચક્રાસન રેસમાં રેકોર્ડ નોંધાવ્યો

બેગ્લોર,તા.૨૫: કર્ણાટકના ઉદયવારની ૧૦ વર્ષની તનુશ્રી પિથરોડીએ ૧૦૦ મીટરની ચક્રાસન રેસ એક મિનિટ અને ૧૪ સેકન્ડમાં પૂરી કરી વિશ્વવિક્રમ બનાવ્યો છે. તનુશ્રીનું નામ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે. આ પહેલાં હિમાચલ પ્રદેશની રામપુર ભુશરની સમીક્ષા ડોગરાના નામે આ રેકોર્ડ હતો જેણે ૬.૨ મિનિટમાં ૧૦ મીટરની ચક્રાસન રેસ પૂરી કરી હતી.

ગોલ્ડન બુકના વડા મનીષ બિશ્નોઈએ રવિવારે તનુશ્રીને સર્ટિફિકેટ આપ્યું હતું. છઠ્ઠા ધોરણમાં ભણતી તનુનો આ પાંચમો રેકોર્ડ છે. આ પહેલાં તેણે યોગાસન મુદ્રામાં એક મિનિટમાં ૬૨ વખત ફરવા અને ૧.૪૦ મિનિટમાં ઝડપી ગતિએ ૧૦૦ વખત આગળની તરફ ફરવાનો રેકોર્ડ બનાવ્યો છે. માથું સ્થિર રાખીને સૌથી વધુ વખત ફરવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

(3:45 pm IST)