Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બુર્જ ખલીફા રંગાયુ કેકેઆરના રંગમાં

મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સની ટક્કર પહેલા દુબઈનું સૌથી ઉંચુ અને આઈકોનિક બિલ્ડીંગ બુર્જ ખલીફા કલકત્તા નાઈટ રાઈડર્સના રંગે રંગાયુ હતું. બુર્જ ખલીફા પર એલઈડી ડિસ્પ્લે પર્પલ અને ગોલ્ડ રંગના કોમ્બીનેશનમાં જોવા મળ્યુ હતું અને એમાં કલકત્તાની ટીમના ખેલાડીઓ પ્રદર્શિત કરાયા હતા. કલકત્તા ટીમે એના ટ્વીટર હેન્ડલ પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો.

(2:56 pm IST)