Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હેપ્પી બર્થડે મોહિન્દર અમરનાથ: અનોખી રીતે આઉટ થનાર છે દુનિયાના એક માત્ર પ્રથમ ખેલાડી

નવી દિલ્હી: શું તમે જાણો છો એક દિવસીય ક્રિકેટમાં હૈંડલ્ડ બોલથી આઉટ થનાર પ્રથમ ક્રિકેટર અને એકમાત્ર ભારતીય ખેલાડી કોણ હતું ખેલાડી ભારતને પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર મોહિન્દર અમરનાથ છે. 1983વિશ્વ કપના સેમિફાઇનલમાં અને ફાઇનલમાં મેન ઓફ મેચનો પુરસ્કાર હાસિલ કરનાર મોહિન્દર અમરનાથનો આજે જન્મદિવસ છે. ક્રિકેટ પરિવારથી સંબંધ ધરાવનાર અમરનાથ આજે 69 વર્ષના થઇ રહ્યા છે.

મોહિન્દર અમરનાથનો જન્મ આજના દિવસે એટલે કે 24 સપ્ટેબર 1950ના રોજ પંજાબના પટિયાલામાં થયો હતો ક્રિકેટની દુનિયામાં જિમીના નામથી જાણીતા મોહિન્દર અમરનાથે લગભગ 20 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરના 69 ટેસ્ટ મેચોમાં 42.50ની હેઠળ 4378 રન બનાવ્યા છે.

(6:12 pm IST)
  • અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ૨ ઓકટોબરે રાજકોટ આવી રહેલા નરેન્દ્રભાઇ : રાજકોટઃ આગામી રજી ઓકટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ સિવિલ હોસ્પિટલનુ લોકાર્પણ કરશે તથા એઈમ્સનું ખાતમુહૂર્ત અને કબા ગાંધીના ડેલાની મુલાકાત લેશે તેમ જાણવા મળે છે access_time 1:13 pm IST

  • ગુજરાત ધારાસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પોરબંદરથી અમદાવાદ સુધીની ૪૧૨ કિ.મી.ની તથા અમિત ચાવડા દાંડીથી અમદાવાદ સુધીની ૩૬૮ કિ.મી.ની કુચની આગેવાની લેશે. access_time 8:54 pm IST

  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST