Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અમને ખબર છે કે ટીમના હિતોને અનુકૂળ શું છેઃ ભારતીય ટીમના વાઈસ કેપ્ટન, અજિંક્ય રહાણે

લોર્ડસ ટેસ્ટમાં ધીમી બેટિંગ પર ટીકાથી રહાણે નારાજ : ભારતીય ટીમના વાઈસ કેપ્ટન, અજિંક્ય રહાણેએ ૧૪૬ બોલમાં ૬૧, પુજારાએ ૨૦૬ બોલમાં ૪૫ રનની ઈનિંગ રમી ૫૦ ઓવરમાં ૧૦૦ રન જોડ્યા

લીડ્સ,તા.૨૪ : ભારતીય ટીમના વાઈસ કેપ્ટન, અજિંક્ય રહાણેએ ઈંગ્લેન્ડની સામે લોર્ડસ ટેસ્ટમાં ધીમી બેટિંગને લઈને પોતાની અને ચેતેશ્વર પુજારાની ટીકાને લઈને ટીકાકારોને જવાબ આપ્યો છે. રહાણનું કહેવું છે કે, તે એટલું ક્રિકેટ રમી ચૂક્યો છે કે તેને ખબર છે કે ભારતીય ટીમના હિતોને અનુકૂળ શું છે? રહાણેએ સોશિયલ મીડિયા પર ટીકા મામલે હસતા કહ્યું કે, માત્ર 'મહત્વપૂર્ણ લોકો' વિશે જ વાત કરવામાં આવે છે.

રહાણેએ ૧૪૬ દડામાં ૬૧, જ્યારે પુજારાએ ૨૦૬ દડામાં ૪૫ રનની ઈનિંગ રમી અને પોતાની ભાગીદારી દરમિયાન લગભગ ૫૦ ઓવરમાં ૧૦૦ રન જોડ્યા. બુધવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ પહેલા રહાણએ કહ્યું કે, 'મને ખુશી છે કે, લોકો મારા વિશે વાત કરી રહ્યા છે. મારું હંમેશાથી માનવું છે કે, લોકો મહત્વપૂર્ણ લોકો વિશે વાત કરે છે, એટલે હું તેને લઈને વધુ ચિંતિત છું. તે ટીમને યોગદાન આપવા સાથે જોડાયેલું છે. એમ પૂછવા પર કે શું ટીકાકારો તેને પ્રેરિત કરે છે, રહાણેએ કહ્યું કે, 'દરેક વસ્તુ મને પ્રેરિત કરે છે. દેશ માટે રમવાથી મને પ્રેરણા મને છે. હું ટીકાઓને લઈને પરેશાન નથી થતો. પુજારાએ લોર્ડસ પર ખાતું ખોલ્વા માટે ૩૫ દડા લીધા, પરંતુ તેની અને રહાણેની ધીમી બેટિંગનું નુકસાન ભારતને ઉઠાવવું પડ્યું ન હતું અને ટીમ ૧૫૧ રને જીત મેળવવામાં સફળ રહી હતી. રહાણેએ જીતના સંદર્ભમાં કહ્યું કે, તે જે રીતે રમ્યો તેનાથી સંતુષ્ટ છે. ઈનિંગ દરમિયાન પુજારા સાથે વાતચીત અંગે પૂછવા પર રહાણેએ જણાવ્યું કે, તે માત્ર ટકી રહેવા અંગે વાત કરી રહ્યા હતા. રહાણેએ કહ્યું કે, 'ચેતેશ્વર અને હું ઘણા સમયથી સાથે રમી રહ્યા છે,

અમને ખબર છે કે, દબાણનો કઈ રીતે સામનો કરવો જોઈએ.' તેણે કહ્યું કે, 'જે વસ્તુઓ અમારા નિયંત્રણમાં નથી તેના વિશે હું વાત નથી કરતો.' ભારતીય ટીમના હાલના કોઈપણ ખેલાડીને હેડિંગ્લેમાં રમવાનો અનુભવ નથી, પરંતુ રહાણેએ કહ્યું કે, ટીમના ખેલાડી તેનાથી ચિંતિત નથી. રહાણેએ કહ્યું કે, 'તે પડકારરૂપ નથી. જ્યારે તમે લયમાં હોવ છો તો તેને જાળવી રાખવાની હોય છે અને પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો હોય છે. મને હેડિંગ્લેમાં રમવામાં કોઈ સમસ્યા દેખાતી નથી.

(9:02 pm IST)