Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

હોકી: ગુરજીત અને હરમનપ્રીત પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ

નવી દિલ્હી: ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમોએ ટોક્યો ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કર્યું હોવાથી ખેલાડીઓ અને કોચને FIH સ્ટાર એવોર્ડની મોટાભાગની કેટેગરી માટે નામાંકિત કરવામાં આવ્યા છે.જ્યારે પુરુષોની ટીમે ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ત્યારે મહિલા ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચી હતી.ડ્રેગ-ફ્લિકર્સ ગુરજીત કૌર અને હરમનપ્રીત સિંહને મહિલા અને પુરુષ વર્ગમાં FIH પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે ગોલકીપર સવિતા અને પીઆર શ્રીજેશને FIH ગોલકીપર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ભારતની શર્મિલા દેવીને FIH રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે જ્યારે મિડફિલ્ડર વિવેક સાગર પ્રસાદને મેન્સ રાઇઝિંગ સ્ટાર પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

(5:33 pm IST)