Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

હોકી ખેલાડીઓ ગુરજીત કૌર અને હરમનપ્રિતને પ્લેયર ઓફ ધ યરઃ સવિતાને ગોલકીપર એવોર્ડ માટે પસંદગી

ઓલિમ્પિકમાં આ વખતે મેન્સ-વિમેન્સ હોકીમાં ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું

નવી દિલ્હી : હોકીમાં ફ્લિકર ગુરજીત કૌર હરમનપ્રીત સિંહને FIH પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે ગોલકીપર સવિતા પીઆર શ્રીજેશને FIH ગોલકીપર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

 ભારતની શર્મિલા દેવીને FIH રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે જ્યારે મિડફિલ્ડર વિવેક સાગર પ્રસાદને મેન્સ રાઇઝિંગ સ્ટાર પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

 ભારતીય મહિલા ટીમના કોચ શૌર્ડ મરીનને જ્ત્ણ્ કોચ ઓફ ધ યર (મહિલા) તરીકે પસંદ કરવામાં આવ્યા છે.  તેમના સિવાય નેધરલેન્ડ ટીમના કોચ એલિસન આહ્ન, ગ્રેટ બ્રિટનના કોચ માર્ક હેગરનું નામ પણ લેવામાં આવ્યું છે.

 પુરુષ વિભાગમાં ભારતીય ટીમના કોચ ગ્રેહામ રીડે ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમના કોચ કોલિન બાચની સાથે બેલ્જિયમના કોચ શેન મેકલેઓડનું નામ આપ્યું છે. અંતિમ એવોર્ડ વિજેતા રાષ્ટ્રીય સંગઠનો, કેપ્ટન, કોચ, પત્રકારો, ચાહકો અને ખેલાડીઓના મતના આધારે પસંદ કરવામાં આવશે.

(3:42 pm IST)