Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કાલે ટેબલ ટેનિસથી ભારતનું અભિયાનઃ ૨૭મીએ તીરંદાજી-પાવરલિફટીંગ-સ્વીમીંગની ઇવેન્ટ

આ વખતે ઓલિમ્પિકમાં સૌથી મોટી ટુકડી ભાગ લેશે

નવી દિલ્હીઃ ઓલિમ્પિક રમતોનો ટોક્યોમાં શરૂ થવા જઈ રહયો છે. ૫ સપ્ટેમ્બર સુધી ચાલનાર આ રમતોમાં ૫૪ પેરા-એથ્લેટ ભારતમાંથી ૯ અલગ-અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. ભારત ૨૭ ઓગસ્ટના રોજ પેરાલિમ્પિકસમાં પોતાનું અભિયાન તીરંદાજીની ઇવેન્ટથી શરૂ કરશે.

તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને એક ગોલ્ડ સહિત ૭ મેડલ જીત્યા હતા. હવે દેશને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય પેરા-એથ્લેટ્સ પાસેથી મેડલ જીતવાની આશા હશે. 

 ભારતનું શેડ્યૂલ

 ૨૫ ઓગસ્ટઃ  ટેબલ ટેનિસ, વ્યકિતગત  C3  ઇવેન્ટઃ સોનલબેન મધુભાઇ પટેલ,   ટેબલ ટેનિસ, વ્યકિતગત C4 ઇવેન્ટઃ ભાવિના હસમુખભાઇ પટેલ

 ૨૭ ઓગસ્ટઃ    તીરંદાજી, પુરુષોની વ્યકિતગત રિકવરી ઇવેન્ટઃ હરવિંદર સિંહ, વિવેક ચિંકારા  તીરંદાજી, પુરુષોની વ્યકિતગત સંયોજન ઘટનાઃ રાકેશ કુમાર, શ્યામ સુંદર સ્વામી,    તીરંદાજી મહિલાઓની વ્યકિતગત સંયોજન ઘટનાઃ જ્યોતિ બાલ્યાન,  તીરંદાજી મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઇવેન્ટઃ જ્યોતિ બાલ્યાન     પાવરલિફ્ટિંગ, પુરુષોની ૬૫ કિગ્રા ઇવેન્ટઃ જયદીપ દેશવાલ પાવરલિફ્ટિંગ, મહિલાઓની ૫૦ કિગ્રા ઇવેન્ટઃ સકીના ખાતૂન સ્વિમિંગ, ૨૦૦ મીટર વ્યકિતગત મેડલી  SM7 : સુયશ જાધવ

 ૨૮ ઓગસ્ટઃ  એથ્લેટિકસ, મેન્સ જેવેલિન થ્રો F57 ઇવેન્ટઃ રણજીત ભાટી

 ૨૯ ઓગસ્ટઃ  એથ્લેટિકસ, મેન્સ ડિસ્કસ થ્રો એફ ૫૨: વિનોદ કુમાર, એથ્લેટિકસ મેન્સ હાઇ જમ્પ T47 ઇવેન્ટઃ નિષાદ કુમાર, રામ પાલ

 ૩૦ ઓગસ્ટઃ એથ્લેટિકસ, મેન્સ ડિસ્કસ થ્રો એફ ૫૬: યોગેશ કથુનિયા એથ્લેટિકસ મેન્સ જેવેલિન થ્રો F46: સુંદર સિંહ ગુર્જર, અજીત સિંહ, દેવેન્દ્ર ઝાઝરીયા એથ્લેટિકસ, મેન્સ જેવેલિન થ્રો એફ ૬૪: સુમિત એન્ટિલ, સંદીપ ચૌધરી   શૂટિંગ, ૧૦ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1, મેન્સ રાઉન્ડ વન ઇવેન્ટઃ સ્વરૂપ મહાવીર ઉનાલકર, દીપક સૈની શૂટિંગ, ૧૦ મીટર એર રાઇફલ SH1, મહિલા રાઉન્ડ ૨: અવની લેખારા

 ૩૧ ઓગસ્ટઃ    એથ્લેટિકસ, મેન્સ હાઇ જમ્પ T63 ઇવેન્ટઃ શરદકુમાર, મરિયપ્પન થંગાવેલુ, વરુણસિંહ ભાટી   એથ્લેટિકસ, મહિલાઓની ૧૦૦ મીટર દોડઃ સિમરન  એથ્લેટિકસ, મહિલા શોટ પુટ F34 ઇવેન્ટઃ ભાગ્યશ્રી માધવરાવ જાધવ- શૂટિંગ ૧૦ મીટર એર પિસ્તોલ SH1, મેન્સ P1 ઇવેન્ટઃ મનીષ નરવાલ, દીપેન્દ્ર સિંહ, સિંહરાજ  શૂટિંગ, ૧૦ મીટર એર પિસ્તોલ SH1, મહિલા P2 ઇવેન્ટઃ રૂબીના ફ્રાન્સિસ

 ૧ સપ્ટેમ્બરઃ    એથ્લેટિકસ, મેન્સ કલબ થ્રો એફ ૫૧ ઇવેન્ટઃ ધરમબીર નૈન, અમિત કુમાર સરોહા બેડમિન્ટન, મેન્સ સિંગલ્સ SL3 પ્રમોદ ભગત, મનોજ સરકાર  બેડમિન્ટન, મહિલા સિંગલ્સ SU5ૅં પલક કોહલ બેડમિન્ટન, મિકસ્ડ ડબલ્સ SL3-SU5: પ્રમોદ ભગત અને પલક કોહલી

 ૨ સપ્ટેમ્બરઃ  એથ્લેટિકસ, મેન્સ શોટ પુટ F35 ઇવેન્ટઃ અરવિંદ મલિક  બેડમિન્ટન, મેન્સ સિંગલ્સ SL4: સુહાસ લલિનાકેરે, યથીરાજ, તરુણ બેડમિન્ટન, મેન્સ સિંગલ્સ SS6: કૃષ્ણ નગર  બેડમિન્ટન, મહિલા સિંગલ્સ SL4: પારુલ પરમાર   બેડમિન્ટન, મહિલા ડબલ્સ SL3-SU5 પારૂલ પરમાર અને પલક કોહલી    પેરા-કેનોઇંગ, મહિલા VL2 ઇવેન્ટઃ પ્રાચી યાદવ તાઇકવિન્ડો મહિલા K44-49 કિગ્રા ઇવેન્ટઃ અરુણા તંવર  શૂટિંગ, ૨૫ મીટર પિસ્તોલ SH1, મિશ્ર P3 ઇવેન્ટઃ આકાશ અને રાહુલ જાખર

 ૩ સપ્ટેમ્બરઃ    એથ્લેટિકસ, મેન્સ હાઇ જમ્પ T64 ઇવેન્ટઃ પ્રવીણ કુમાર   એથલેટિકસ, મેન્સ જેવેલિન થ્રો F54 ટેક ચંદ એથલેટિકસ, મેન્સ શોટ F57 સોનમ રાણા  એથ્લેટિકસ, વિમેન્સ કલબ થ્રો એફ ૫૧ ઇવેન્ટઃ એકતા ભયાન, કશિશ લાકડા  સ્વિમિંગ, ૫૦ મીટર બટરફ્લાય એસ ૭: સુયશ જાધવ, નિરંજન મકુન્દન શૂટિંગ, ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન SH1, મેન્સ ઇવેન્ટઃ દીપક સૈની  શૂટિંગ, ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન SH1, મહિલા ઇવેન્ટઃ અવની લેખારા

 ૪ સપ્ટેમ્બર : એથ્લેટિકસ, મેન્સ જેવેલિન થ્રો એફ ૪૧ ઇવેન્ટઃ નવદીપસિંહ શૂટિંગ, ૧૦ મીટર એર રાઇફલ પ્રોન, મિશ્ર R3 દીપક સૈની, સિદ્ધાર્થ બાબુ, અવની લેખારા   શૂટિંગ, ૫૦ મીટર પિસ્તોલ  SH1,  મિશ્ર P4 ઇવેન્ટઃ આકાશ, મનીષ નરવાલ, સિંહરાજ

 ૫ સપ્ટેમ્બરઃ  શૂટિંગ, ૫૦ મીટર રાઇફલ પ્રોન SH1, મિશ્ર R6 ઇવેન્ટઃ દીપક સૈની, અવની લેખારા, સિદ્ધાર્થ બાબુ

(3:41 pm IST)