Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વન ડે સિરીઝ સ્થગિત કરાઈ

શ્રેણીનો 3 સપ્ટેમ્બરે શ્રીલંકાના હંમ્બનટોટા શહેરમાં પ્રારંભ થનારો હતો

અફઘાનિસ્તાનમાં હાલની વિકટ પરિસ્થિતિમાં હવે અફઘાનિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય પણ પ્રભાવિત થઇ રહ્યુ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વન ડે શ્રેણી ટાળી દેવામાં આવી છે. આ સિરીઝનો પ્રારંભ 3 સપ્ટેમ્બરે શ્રીલંકામાં થનારો હતો. શ્રીલંકાના  હંમ્બનટોટા શહેરમાં રમાનારી આ સિરીઝનુ આયોજન હાલમાં સ્થગીત કરી દેવામાં આવ્યુ છે. જે હવે આગામી વર્ષે આયોજીત થાય તેવા સંકેત નજર આવી રહ્યા છે.

બંને દેશોના ક્રિકેટ બોર્ડની સહમતિ બાદ સિરીઝને સ્થગીત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સિરીઝને ફરી થી શરુ થવા અંગે પણ અનિશ્વિતતા મનાઇ રહી છે. હાલમાં આ દ્રીપક્ષીય સિરીઝ અંગે તારીખોને લઇને કોઇ વિચાર કરવમાં આવ્યો નથી. પાકિસ્તાન સામેની આ વન ડે સિરીઝને અફઘાનિસ્તાનની ઘરેલુ સિરીઝના રુપમાં જોવામાં આવી રહી છે.

વર્તમાન પરિસ્થીતીઓને લઇને અફઘાનિસ્તાનમાં ખેલાડીઓની માનિસક અસ્થિીરતા આ સિરીઝને લઇને ટાળવાનુ મોટુ કારણ છે. જેને લઇને બંને દેશના બોર્ડ સિરીઝને ટાળી દેવા માટે એકમત થયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના CEO હામિદ શિનવારી એ એક મીડિયા રિપોર્ટસમાં કહ્યુ હતુ, તે પાકિસ્તાન થી સિરીઝ રમવા ઇચ્છતા હતા. જોકે અફઘાનિસ્તામાં સર્જાયેલી વર્તમાન સ્થિતીને જોતા તેને ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. આ મુશ્કેલ સ્થિતીમાં શ્રીલંકામાં રવાના થવુ આસાન નહોતુ. તેમજ અમારા ખેલાડીઓ પણ તે માટે તૈયાર નહોતા.

(10:51 am IST)