Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

'ન્યુઝીલેન્ડર ઓફ ધ યર'નું નોમિનેશન ખેંચી લીધું સ્ટોકસે

વિલિયમસનને પોતાનો વોટ આપી તેને સપોર્ટ કરવા તેમના દેશને કરી વિનંતી

મુંબઇઃ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસે ન્યુઝીલેન્ડર ઓફ ધ યર માટેનું પોતાનું નોમિનેશન ખેંચી લીધુ છે. તે ઇંગ્લેન્ડનો છે, પરંતુ તેનો જન્મ ન્યુઝીલેન્ડમાં થયો હોવાથી વર્લ્ડ કપના તેના ગજબના પર્ફોમન્સને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. તેની સાથે ન્યુઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમ્સનું નામ પણ ચર્ચામાં છે.  આ વિશે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટમાં બેન સ્ટોકસે કહયું હતું કે, ન્યુઝીલેન્ડર ઓફ ધ યર માટે મને નોમિનેટ કરવામાં આવ્યો એનો મને ગર્વ છે. મારા ન્યુઝીલેન્ડ અને માઓરી હેરિટેજ પર મને ગર્વ છે, પરંતુ આ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માટે મને નોમિનેટ કરવો યોગ્ય નથી. ન્યુઝીલેન્ડ માટે મે જે કર્યુ છે એનાથી વધુ કરનાર એ દેશમાં ઘણા લોકો છે. મે ઈંગ્લન્ડને વર્લ્ડ કપ જિતાડવામાં મદદ કરી છે અને હું બાર વર્ષનો હતો ત્યારથી મારુ ફેમિલી યુકેમાં સ્થાયી છે. મારું માનવું છે કે ન્યુઝીલેન્ડની દરેક વ્યકિતએ તેમના કેપ્ટન કેન વિલિયમ્સનને સપોર્ટ કરવો જોઇએ. તેણે ખૂબ જ ગર્વ અને હિંમતથી તેની ટીમને આગળ લઇ ગયો હતો. તે ટુર્નામેન્ટનો પ્લેયર ઓફ ધ યર છે અને દરેક વ્યકિત માટે પ્રેરણારુપ છે. તેણે દરેક પરિસ્થિતિમાં માનવતા દેખાડી છે. આ સન્માન માટે તે યોગ્ય છે અને તેને હું મારો વોટ આપું છું. ન્યુઝીલેન્ડની દરેક વ્યકિત એ કરે એવી આશા રાખું છું.

(3:26 pm IST)