Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

આ ખેલાડીએ મસ્‍તીમાં ખિસ્‍સામાંથી બોલ કાઢીને ફેંકયો એટલે સવા કરોડ રૂપિયા કપાઈ ગયા

નવી દિલ્‍હીઃ એપ્રિલમાં ટેનિસની મેડ્રિડ ઓપનની એક મેચ દરમ્‍યાન મજાકમાં પોતાના ખિસ્‍સામાંથી બોલ કાઢીને ફેંકવા બદલ ફ્રાન્‍સના ખેલાડી હ્યુગો ગેસ્‍ટને ૧,૪૪,૦૦૦ યુરો (અંદાજે સવા કરોડ રૂપિયા)ની રકમ દંડ તરીકે ગુમાવી છે. ક્રોએશિયાના બોર્ના કોરિચ સામેના આ મુકાબલા દરમ્‍યાન હ્યુગો એક પોઇન્‍ટ હારવાની તૈયારીમાં હતો ત્‍યારે અચાનક તેણે શોર્ટના ખિસ્‍સામાંથી બોલ કાઢીને દૂર ફેંકયો હતો. તેનો કથિત ઇરાદો એ પોઇન્‍ટ ફરીથી રમવા દેવામાં આવે એવી અમ્‍પાયરને ફરજ પાડવાનો હતો. જો હ્યુગો એક વર્ષે દરમ્‍યાન ફરી આવી કોઈ હરકત નહીં કરે તો તેનો દંડ અડધો એટલે કે ૭૨,૦૦૦ યુરો (અંદાજે ૬૩ લાખ રૂપિયા) કરવામાં આવશે

(4:05 pm IST)