Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વિરાટની ગેરહાજરીથી ટીમ ઇન્ડિયાએ મીડલ ઓર્ડરમાં ધ્યાન આપવું પડશેઃ ચેપલ

એડીલેડ તા. ર૩: ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ સિરીઝ ઉપરાંત વિરાટ કોહલીની પહેલી ટેસ્ટ મેચ બાદની ગેરહાજરી સૌ કોઇ માટે ચર્ચાનો વિષય બની ગઇ છે. એવામાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલનું કહેવું છે કે કોહલીની ગેરહાજરી તેમની ટીમના બેટિંગ-ઓર્ડર માટે સમસ્યા સર્જી શકે છે.

કોહલીની ગેરહાજરીને લીધે ટીમમાં મોટો અવકાશ સર્જાશે અને સારી વાત એ છે કે એને લીધે કોઇક અન્ય ખેલાડીને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે. આ સિરીઝ પહેલાંથી જ રોચક હતી, પણ હવે એ વધારે રસપ્રદ બની રહેશે. સામા પક્ષે ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ પાર્ટનર તરીકે કોણ મેદાનમાં ઉતરશે એ પણ જોવા જેવું રહેશે.  કદાચ ટીમ વિલ પુકોવ્સ્કી પર વિચાર કરી શકે છે.

(3:38 pm IST)
  • અમદાવાદમાં માસ્ક વગર ફરતાં ૨૫૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઃ ૯ ને પોઝીટીવ : અમદાવાદ શહેરમાં આજે સવારથી કર્ફયુ ખુલતાની સાથે જ લોકો રસ્તાઓ ઉપર નિકળી પડયા હતાઃ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે ૨૫૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ જેમાં ૯ લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતાઃ જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ નેગેટીવ આવેલા લોકોને એક- એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો access_time 4:18 pm IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST

  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST