Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

'હોલ ઓફ ફૅમ' ટેનિસ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતના રામનાથનો પ્રવેશ

નવી દિલ્હી: વર્લ્ડ રેન્કિંગમાં ૧૬૧મો ક્રમાંક ધરાવતા ભારતના રામકુમાર રામનાથને શાનદાર દેખાવ કરતાં તેના કરતાં હાયર રેન્ક ધરાવતા અમેરિકાના ટિમ સ્માયઝેકને સીધા સેટોમાં ૬-૪, ૭-૫થી હરાવીને ન્યુપોર્ટમાં ચાલી રહેલી 'હોલ ઓફ ફૅમ' ટેનિસ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે એટીપી ટૂરના ઈતિહાસમાં ભારતીય ખેલાડીને ૨૦ વર્ષ બાદ મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતવાની તક છે. છેલ્લે ભારત તરફથી એટીપી ટાઈટલ ૧૯૯૮માં લિએન્ડર પેસે અહીં જ જીત્યું હતુ. હવે ફાઈનલમાં રામકુમારનો મુકાબલો ત્રીજો સીડ ધરાવતા અમેરિકાના સ્ટીવ જોહન્સન સામે થશે. ગ્રાસ કોર્ટ પર ચાલી રહેલી ટુર્નામેન્ટની અન્ય સેમિ ફાઈનલમાં જોહન્સને સ્પેનના માર્સેલ ગ્રાનોલેસને ૬-૩, ૬-૩થી પરાસ્ત કર્યો હતો. જોહન્સન કારકિર્દીનું ચોથું અને સિઝનનું બીજું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે રામકુમારને કારકિર્દીની પ્રથમ ફાઈનલને યાદગાર બનાવવાની આશા છે.

(4:37 pm IST)
  • સુરત નેશનલ હાઇવે પર કારના શો-રૂમમાં ફાયરીંગ : લૂંટના ઇરાદે અજાણ્યા ૪ શખ્શોએ કર્યું ફાયરીંગઃ ફાયરીંગમાં વોચમેન ઘાયલ થતા સારવાર અર્થે ખસેડયા access_time 3:52 pm IST

  • અમદાવાદ : ટ્રાફિક વિભાગે ઇસ્કોન મંદિરને આપી નોટિસ:મંદિર બહાર અડચણરૂપ થતા પાર્કિંગને કારણે નોટિસ ફટકારાઇ :ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે પાર્કિંગમાં પાર્કિંગ કરવા કહેણ : જો પાલન નહીં થાય તો કાયદાકીય પગલાં પણ ભરાઈ શકે છે. access_time 9:10 am IST

  • રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે પોલીસના નામે લૂંટ :રસ્તામાં યુવકને અટકાવીને પોલીસની ઓળખ આપીને 1 લાખ રોકડની લૂંટ કરીને ફરાર :પોલીસ તપાસ શરૂ access_time 1:45 pm IST