ખેલ-જગત
News of Monday, 23rd July 2018

'હોલ ઓફ ફૅમ' ટેનિસ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતના રામનાથનો પ્રવેશ

નવી દિલ્હી: વર્લ્ડ રેન્કિંગમાં ૧૬૧મો ક્રમાંક ધરાવતા ભારતના રામકુમાર રામનાથને શાનદાર દેખાવ કરતાં તેના કરતાં હાયર રેન્ક ધરાવતા અમેરિકાના ટિમ સ્માયઝેકને સીધા સેટોમાં ૬-૪, ૭-૫થી હરાવીને ન્યુપોર્ટમાં ચાલી રહેલી 'હોલ ઓફ ફૅમ' ટેનિસ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે એટીપી ટૂરના ઈતિહાસમાં ભારતીય ખેલાડીને ૨૦ વર્ષ બાદ મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતવાની તક છે. છેલ્લે ભારત તરફથી એટીપી ટાઈટલ ૧૯૯૮માં લિએન્ડર પેસે અહીં જ જીત્યું હતુ. હવે ફાઈનલમાં રામકુમારનો મુકાબલો ત્રીજો સીડ ધરાવતા અમેરિકાના સ્ટીવ જોહન્સન સામે થશે. ગ્રાસ કોર્ટ પર ચાલી રહેલી ટુર્નામેન્ટની અન્ય સેમિ ફાઈનલમાં જોહન્સને સ્પેનના માર્સેલ ગ્રાનોલેસને ૬-૩, ૬-૩થી પરાસ્ત કર્યો હતો. જોહન્સન કારકિર્દીનું ચોથું અને સિઝનનું બીજું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે રામકુમારને કારકિર્દીની પ્રથમ ફાઈનલને યાદગાર બનાવવાની આશા છે.

(4:37 pm IST)