Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચમાં ઈંગ્લેન્ડના પ્લેયર્સ તેમના ફ્રન્ટલાઈન વર્કર્સના નામનું ટીશર્ટ પહેરશે

વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા 'રેઝ ધ બેટ' ટેસ્ટ સિરીઝ નામ આપવામાં આવ્યું છે. આ દ્વારા તેઓ ક્રિકેટના કી- વર્કર્સનું સન્માન કરશે. જુલાઈમાં આ બન્ને દેશ વચ્ચે કલોઝ ડોર ટેસ્ટ મેચ સિરીઝ શરૂ થઈ રહી છે. કોરોના વાયરસ બાદ આ પહેલી ક્રિકેટની ઈવેન્ટ છે જે શરૂ થવાની છે. આ મેચમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના હીરો એટલે કે તેમના ફ્રન્ટલાઈન વર્કર્સનાં નામનું ટી- શર્ટ તેઓ પહેરશે.

(3:02 pm IST)