Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તમને મેચ ફિકસીંગની ઓફર થઈ'તી?

આઈસીસીની બેઠકમાં ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજને પ્રશ્ન પૂછાયો

ભારતની મહિલા સ્ટાર ક્રિકેટર મિતાલી રાજને આઈસીસીએ મેચ ફિકસીંગ સંબંધિત પ્રશ્નો પૂછતા ખળભળાટ મચી ગયો છે. આઈસીસીની પાંચ દિવસીય મળેલી બેઠકમાં મિતાલી રાજને પૂછ્યુ કે કયારેય પણ તમને કોઈ સટ્ટેબાજે મેચ ફિકસ કરવા માટે સંપર્ક કર્યો હતો?

મિતાલીને આ બેઠકમાં ભાગ લેવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. બેઠકમાં મહિલા ક્રિકેટ મામલે અનેક મુદ્દે વાતચીત કરી હતી. આઈસીસીના એક અધિકારીએ પૂછ્યુ કે કયારેય પણ તમને કોઈ સટ્ટેબાજે તમારો સંપર્ક કર્યો હતો જવાબમાં મિતાલીએ ના પાડી હતી.

આઈસીસી અન્ડર-૧૯ ક્રિકેટ અને મહિલા ક્રિકેટ મેચોનું વધુને વધુ મેચોનું પ્રસારણ કરવા માટે વિચારણા કરી રહ્યુ છે. મહિલા ક્રિકેટ મામલે મિતાલી રાજે પોતાના વિચારો રજૂ કરતા કહ્યુ કે અગાઉ કરતા હાલમાં મહિલા ક્રિકેટમાં ઘણો બદલાવ આવ્યો છે. મેં જયારે ક્રિકેટની કેરીયરની શરૂઆત કરેલી ત્યારે એટલુ મહત્વ અપાતુ ન હતું પરંતુ આજે સૌ કોઇ તેના વિશે જાણે છે. આઈસીસીની પહેલને વખાણતા કહ્યુ કે આગામી સમયમાં મહિલા ક્રિકેટનું નામ ટોચ ઉપર હશે. (૩૭.૩)

(12:59 pm IST)