Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વાનખેડે સ્ટેડિયમમાં પગ મુકતા યુવરાજ ભાવુક થયો : વર્લ્ડકપની યાદ તાજી થઈ

મુંબઇ,તા.૨૩ : ઇન્ડિયન પ્રીમિયમ લીગની ૧૨મી સિઝનની શરૂઆત આજથી ૨૩ માર્ચથી થઇ રહી છે. દરેક ટીમો પોતપોતાના ઘરેલૂ મેદાન પર જોરદાર પ્રેક્ટિસ કરી ચુકયા છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ જ્યારે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો તો એ થોડો ભાવુક થઇ ગયો. વાસ્તવમાં યુવરાજે જેવો મેદાન પર પગ મૂક્યો તો એને ૨૦૧૧ વર્લ્ડ કપ ફાઇનલની યાદો તાજી થવા લાગી, તમને જણાવી દઇએ કે યુવરાજ સિંહ ૨૦૧૧ વર્લ્ડ કપનો હીરો રહ્યો હતો. ફાઇનલ મેચમાં યુવરાજ સિંહ એ વખતે ધોનીની સાથે બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે માહીએ સિક્સ મારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.

(3:40 pm IST)