Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

દિપક ચહરે ગગનચુંબી છગ્ગો ફટકારતા રોહીતની સલામ

નવી દિલ્હીઃ દીપક ચહરે એડમ મિલ્નેના પહેલા બે બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.ચહરે મિલનેના શોર્ટ બોલ પર ૯૫ મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. જેને જોઈને રોહિત શર્મા પણ દંગ રહી ગયો હતો અને ભારતીય કેપ્ટન દીપક ચહરને સલામ કરતો જોવા મળ્યો હતો.  રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દીપક ચહરે માત્ર ૮ બોલમાં ૨૧ રન બનાવ્યા હતા.  આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ ૨૬૨થી વધુ હતો.  દીપક ચહરની બોલિંગ અને બેટિંગને સુધારવામાં ધોનીનો મોટો હાથ માનવામાં આવે છે.

(12:46 pm IST)