Gujarati News

Gujarati News

સદી પૂર્વે ગાંધીજીની ‘કચ્છ યાત્રા’ના સંસ્મરણો: કચ્છની મૂલાકાતે ગાંધીજી તા. ૨૨/૧૦/૧૯૨૫ માં મુંબઈથી માંડવી બંદરે પહોંચ્યા અને કચ્છનાં ઈતિહાસમાં તેમની ઉપસ્થિતિથી કચ્છી સમાજ ખૂબ જ પ્રભાવિત થયો. ગાંધીજીની મૂલાકાત દરમ્યાન કચ્છનાં અનેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ તેમનું ભવ્ય અભિવાદન કર્યું હતું. પરંતુ, કેટલાક કડવા અનુભવો પણ તેમને થયા હતા. ગાંધીજી સાથે સરદાર પટેલ અને મહાદેવભાઈ પણ જોડાયા હતા. તા. ૦૪/૧૧/૧૯૨૫ નાં રોજ તુણા બંદરેથી જામનગર પહોચ્યા. ગાંધીજીની કચ્છ યાત્રા માટે કચ્છ તથા મુંબઈનાં કચ્છીઓએ આયોજન કર્યું હતું. જો કે, ગાંધીજીની મૂલાકાતને ૯૫ વર્ષ થયા એટલે તે સમયની પેઢી તો હવે વિદાય લઈ ગઈ હશે. access_time 3:38 pm IST