Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

હાર્દિક પંડ્યા અને મોડલ નતાશા સ્તાંકોવિક વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

મારા બેસ્ટ ફ્રેન્ડ, સૌથી મજબૂત અને સુંદર માણસ... સોશ્યલ મીડિયામાં નતાશાના મેસેજ વાયરલ

મુંબઈઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયાની લાઇફ માં મોડલ નતાશા સ્તાંકોવિકની એન્ટ્રી થઈ હોવાની ચર્ચા છે. પોતાની અંગત જિંદગીના લીધે મોટા ભાગે તે ચર્ચામાં રહે છે. ઉર્વશી રાઉતેલાથી માંડીને એલી અવરામ અને ઇશા ગુપ્તા જેવી હીરોઇન સાથે તેનું નામ જોડાઈ ચૂકયું છે. જોકે હવે તે મોડલ નતાશા સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. હાર્દિક તેની સાથે ઘર વસાવવા વિશે વિચારી રહ્યો હોવાની વાત પણ બહાર આવી રહી છે. હાર્દિક પંડ્યા થોડા સમયથી અભિનેત્રી અને મોંડલ નતાશા સ્તાંકોવિકને ડેટ કરી રહ્યો છે એટલું જ નહીં, થોડા દિવસો પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના પરેવારજનો સાથે નતાશાની મુલાકાત પણ કરાવી હતી. હાર્દિક અને નતાશાના સંબંધો પર હાર્દિક પંડયાના પરિવારજનોએ મોહર લગાવી દીધી હોવાની ચર્ચા છે. હાર્દિકનાં માતા-પિતાને નતાશ ખૂબ ગમી છે અને જો આ સમાચાર સાચા હોય તો ટૂંક સમયમાં નતાશાના દ્યરે શરણાઈના સૂર ગુંજતા જોવા મળશે. તાજેતરમાં નતાશાએ હાર્દિકને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નતાશાએ સોશ્યલ મીડિયા પર હાર્દિક વિશે વાત કરતાં લખ્યું હતું કે 'મારા બેસ્ટ ફ્રેન્ડ... સૌથી મજબૂત અને સુંદર માણસ... આ વર્ષ રોલર કોસ્ટરની માફક રહ્યું છે. ઘણી બધી વસ્તુઓ તારી સાથે થઈ છે. ઘણી ખરાબ પણ થઈ જેણે તને મજબૂત બનાવ્યો છે. તમે બધા એક ઇસ્પિરેશન છો. તે જે પણ કર્યું છે, એના માટે મને તારા પર ગર્વ છે.'

(3:22 pm IST)
  • આંધ્રના નેલોરથી કાવેલી વચ્ચે ભારે વરસાદ પડશે : લો પ્રેસર પશ્ચિમને બદલે ઉત્તર તરફ આગળ વધ્યું છે. પરીણામે દક્ષિણ આંધ્ર પ્રદેશમાં નેલોરથી કાવેલી સુધી ભારે વરસાદની આગાહી થઇ છે. ચેન્નાઇમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ છે. બંગાળના અખાતથી સીસ્ટમ્સ આંધ્રના કાંઠે ભારે વરસાદ લાવશે. access_time 12:54 pm IST

  • અરબી સમુદ્રના ડીપ્રેશનને લીધે પ.ભારતના સાગરકાંઠે દે ધનાધન પડશે : આવતા ૪૮ કલાકમાં અરબી સમુદ્રનું લો પ્રેસર, ડીપ્રેશનમાં ફેરવાઇ જશે જેને લીધે પશ્ચિમ ભારતના સાગર કાંઠે મુખ્યત્વે રત્નાગીરીથી મેંગ્લોર બેલ્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી થઇ છે. access_time 12:54 pm IST

  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST