Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ચાવાળાના પુત્ર સિદ્ધાર્થ બોકસીંગમાં બન્યો નેશનલ ચેમ્પિયન

પિતા નિલેશભાઈ ચા વેચે છે : હવે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ભાગ લેશે

વડોદરા : વડોદરાના ચા વાળાના પુત્ર સિદ્ધાર્થ ભાલેધરે નેશનલ કિક ચેમ્પિયનશીપમાં ગોલ્ડમેડલ મેળવ્યો છે. હવે તે તુર્કીમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.

હરિયાણાના રોહતકમાં આયોજીત નેશનલ કિક બોકસીંગ ચેમ્પિયનશીપના ફાઈનલમાં વડોદરાના રાવપુરા નિવાસી સિદ્ધાર્થ નિલેશભાઈ ભાલધરે ગોલ્ડમેડલ મેળવ્યો છે.

સિદ્ધાર્થના પિતા નિલેશભાઈએ કહ્યુ કે સિદ્ધાર્થને નાનપણથી જ રમત-ગમતમાં ભારે રૂચી હતી પણ અમે રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા. અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેને કરાટેના કલાસ ચાલુ કરાવ્યા.

(1:28 pm IST)