Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

રોડ સેફટી વર્લ્ડ સીરીઝ ઉપર ઇન્ડિયા લિજેન્ડસનો કબ્જો

ફાઇનલ જંગ ઇન્ડિયા લિજેન્ડસ ૧૮૧/૪, શ્રીલંકા ૧૬૭/૭ : યુસુફે અણનમ ૬૨ અને યુવરાજે પણ ૬૦ રન ફટકાર્યાઃ પઠાણ બંધુઓને બે-બે વિકેટ

નવી દિલ્હીઃ ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં ૧૪ રનથી શાનદાર જીત મેળવી છે. ૧૮૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા લિજેન્ડની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૬૭ રન બનાવી શકી હતી. સનથ જયસુર્યાએ ૩૫ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે ૨-૨ વિકેટ ઝડપી હતી. મનપ્રિત ગોની અને મુનાફ પટેલે ૧-૧ વિકેટ ઝડપી હતી.

 ઈન્ડિયા લિજેન્ડસે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકસાન પર ૧૮૧ રન બનાવ્યા છે. ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકાને જીત માટે ૧૮૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈન્ડિયા લિજેન્ડસ તરફથી તોફાની બેટિંગ કરતા યુસુફ પઠાણે ૩૬ બોલમાં અણનમ ૬૨ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે ૫ સિકસર ફટકારી હતી. યુવરાજ સિંહે પણ બેટિંગમાં કમાલ કરતા અડધી સદી ફટકારી હતી.

 યુવરાજ સિંહે ૪૧ બોલમાં ૬૦ રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે ૨૩ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા. વિરેંદ્ર સહેવાગ માત્ર ૧૦ રન બનાવી આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી રંગના હેરથ, સનથ જયસુર્યા, મહારુફ અને કૌશલ્યા વિરારત્નેએ ૧-૧ વિકેટ ઝડપી હતી.

સચિન તેંડુલકરની આગેવાનીવાળી ઈન્ડિયા લિજિડેન્સની ટીમમાં વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, યુસુફ પઠાણ અને મુનાફ પટેલ જેવા ખેલાડીઓ હતા. જ્યારે ફાસ્ટ બોલર ઝહિર ખાન ગત વર્ષે આ ટીમનો હિસ્સો હતો. (૪૦.૩)

૨૦૧૧ વર્લ્ડ કપ ફાઇનલની યાદ રાયપુરમાં તાજી થઈ

 રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં ગઈ કાલે ભારત-શ્રીલંકા આ બન્ને ટીમને આમને-સામને રમતી જોઈ ક્રિકેટપ્રેમીઓને ર૦૧૧ વર્લ્ડ કપની ફાઈનલ મૅચ યાદ આવી ગઈ હતી. આ ફાઈનલ મૅચમાં ર૦૧૧ વર્લ્ડ કપની ભારતીય ટીમના પાંચ અને શ્રીલંકન ટીમના છ પ્લેયર્સ સામેલ હતા.

(2:39 pm IST)