Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર પેટીન્સને કિકેટને અલવીદા કરી દીધું

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેમ્સ પેટીનસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું.  ૩૧ વર્ષીય પેટીનસને જાહેરાત કરી હતી કે તે ફિટનેસ સમસ્યાઓથી પીડિત છે અને તેના કારણે તેને લાગે છે કે તે રમી શકશે નહીં.

પેટીનસને ૨૦૧૧ માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ૨૧ ટેસ્ટ, ૧૫ વનડે અને ચાર ટી ૨૦ મેચ રમી છે.  તેની ટેસ્ટમાં ૮૧, વનડેમાં ૧૬ અને ટી -૨૦ માં ત્રણ વિકેટ છે. તે ઘરેલુ ક્રિકેટમાં વિકટોરિયા કલબ તરફથી રમવાનું ચાલુ રાખશે.  પેટીનસન લાંબા સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. તેને તાજેતરમાં વિકટોરિયાની ટ્રાયલ મેચમાં ઘૂંટણમાં ઈજા થઈ હતી.  પેટીનસનને આશા હતી કે તે એશિઝ પહેલા સ્વસ્થ થઈ જશે, પરંતુ એવું બન્યું નહીં.

(2:36 pm IST)